ઉષ્મા આચાર્ય

My blogs

About me

Gender Female
Location ગાન્ધીધામ, કચ્છ - ગુજરાત, India
Introduction પોતા વિષે કાઇ કહેવુ...થોડુ અજીબ તો લાગે જ છે..પણ બહુ થોડા લોકો મને જાણે છે, તેથી આ રિતે પુરા વિશ્વ સમક્ષ પોતા માટે કઇ કહેતા આનન્દ પણ તેટલો જ થાય છે. મારા દાદીમાથી વાર્તાઓ સામ્ભળતા-સામ્ભળતા નાનપણથી જ કલ્પનાઓ કરતા અને તેમા વિહરતા શીખી છુ. આજે પણ મને મારી કાલ્પનિક દુનિયા જ વધારે ગમે છે. જેનો સીધો સમ્બન્ધ મારી આન્તરીક પરિસ્થિતિ સાથે છે. જેમ દરેક વાર્તાનો અન્ત સુખદ હોય છે,તેવી જ રિતે મારા દરેક રસ્તા સુખ તરફ જ જાય છે. આમ હુ ખુબ જ હકારાત્મક વલણ ધરાવુ છુ. ક્યારેક નાની-નાની વાર્તા લખી લઉ છુ, તો ક્યારેક એકાદબે પન્ક્તિ કાવ્યની.. એકાદ વાર તો મારી ટુન્કી વાર્તા સ્પર્ધામા પણ મોક્લાવી છે..જોકે તેનુ મને કોઇ પરિણામ કે પારિતોષિક નથી મળ્યુ,પરન્તુ મારા આત્મવિશ્વાસમા જરુર વધારો થયો છે.. મારા દેશ અને મારા પ્રદેશ પ્રત્યે જરા વધારે પડતી લાગણી ધરાવુ છુ.તેના વિશે કૈ પણ નિષેધક સામ્ભળી નથી શક્તી.મારી ભાષાથી પણ તેટલોજ લગાવ છે.. અસત્ય બોલી નથી શકતી અને સામ્ભળી પણ નથી શકતી. મને ઝરમર વરસાદમા પલળવુ ગમે છે..રાતના અન્ધકારમા તારા જોવા ગમે છે.. "દરીયા કિનારે,વહેલી સવારે મારા પ્રિય લેખકનુ પુસ્તક અને સાથે મારુ પ્રિય સન્ગીત" આ મારી પહેલી અને અન્તિમ પસન્દગી છે..અને એજ મારા સુખની ચરમસીમા છે. જેટલુ મારી પાસે છે તેનાથી વધારેની મારી કોઇ ઇચ્છા કે અપેક્ષા નથી.
Interests ગુજરાતી સાહિત્ય વાચન, સન્ગીત, આ મારી પ્રથમ રૂચિ..દરેક કામમા ડુબી જવુ..જે મારા દ્વારા કરવામા આવે..આ મારી નિત્ય રૂચિ..
Favorite Movies જબ વી મેટ, ભૂલ-ભૂલૈયા, અજબ-ગજબની વિચિત્ર અન્ગ્રેજી ફિલ્મો તેમ હીન્દી આર્ટ ફિલ્મો જોવી મને ખુબ જ ગમે છે.
Favorite Music હળવુ કન્ઠ્ય (સુગમ)સન્ગીત, હળવુ શાસ્ત્રીય સન્ગીત, ગઝલ તેમજ સૂફી સન્ગીત
Favorite Books ભગવતીકુમાર શર્મા, મનુભાઇ પન્ચોલી, રવીન્દ્રનાથ ટાગોર, વીભૂતિભૂષણ બન્દોપાધ્યાય, બન્કિમચન્દ્ર ચટોપાધ્યાય આ મારા પ્રિય લેખકો છે..આમની દરેક રચના વાચવી મને ગમે છે..