પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ, ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું.. ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને, નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું… "શુન્ય પાલનપુરી
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ; દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ. દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ; દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ. ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી; બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ. બે [...]
દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે
દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે ? ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ? શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં ! ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે ? કારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મ-ટીપનું, નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ? ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું, એ 'શૂન્ય'ની પીછાણ હતી, કોણ માનશે ? -શૂન્ય 'પાલનપુરી'
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી, બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી; જાન દીધો છે ખુદાએ ચાર દિ' માટે ઉધાર, એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી. શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે, હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે; કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી, આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે. હર પ્રભાતે ચેતવે [...]
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ, ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ; વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં, જેમ પડતા જાય એમ રમવું જોઈએ ! - ઉમર ખૈયામ ( અનુ.'શૂન્ય' પાલનપુરી )
દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે? ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે? શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં. ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે? લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં. યુગ-યુગની ઓળખાણ હતી. કોણ માનશે? ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો. પીડા જ રામબાણ હતી. કોણ માનશે? ઇશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું. એ શૂન્યની જ પીછાણ હતી. કોણ માનશે? - 'શૂન્ય' પાલનપુરી
"SHUNYA PALANPURI NI KAVITA"
No comments yet. -