- પ્રાર્થના ઇશ્વરનો મોબાઇલ નંબર છે, ડાયલ કરતાં રહો ક્યારેક તો તમારો ફોન ઉપડશે જ. - જિંદગી ઘણી કપરી છે પરંતુ છે ઘણી સુંદર. - સ્ત્રી પાસે ત્રણ વિશેષતા છે, એક રડી શકે છે અને બીજી એ ધારે ત્યારે રડી શકે છે, ત્રીજી કોઈ પણ કારણ વગર રડી પડે છે, પુરુષ ની એ જવાબદારી છે કે એના આંસુ ને સ્વીકારી (કોઈ કારણ ન હોય ત્યારે પણ!) ને સાંત્વના આપે. - જિંદગી જીવવાની બે રીત છે કાં તો કોઇ એક ખૂણે રડી લેવું અથવા તો વિશ્વના તમામ ખૂણે લડી લેવું . - જો તમે બે લોકોને એક જ સમયે પ્રેમ કરતા હોવ તો તમારે બીજી વ્યક્તિને પસંદ કરવી જોઇએ કારણ કે, જો તમે પ્રથમ વ્યક્તિને ખરી રીતે પ્રેમ કરતા હોત તો તમે બીજી વ્યક્તિના પ્રેમમાં ક્યારેયપણ ન પડ્યાં હોત. - ગાંડા તો બધા જ હોય છે પણ પોતાના ગાંડપણ નું વિશ્લેષણ કરી શકે તેને ફીલોશોફર કહી શકાય. - નિંદા કરવામાં કોઈ જાતની હોશિયારી,સમર્પણ કે બુદ્ધીની જરૂર પડતી નથી. - દરેક વ્યક્તિ ભુલ કરે છે. તેથી હમેંશા સાથે પેન્સિલ અને રબ્બર રાખો. - જીવનની ઓકવર્ડ પળ એ છે જ્યારે તમને ખબર જ છે કે તમે ખોટા છો છતાં તમે દલીલ કરવાનું ચાલું રાખો.
": Quotes"
No comments yet. -