ગુરૂ પૂર્ણિમા જાણો જીવનમાં ગુરૂનું મહત્વ શાસ્ત્રોમાં'ગુ' એટલેઅંધકાર અને'રૂ' એટલેતેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનોઅર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારનેદુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદરપ્રકાશની શોધ પેદા થઇ છે, ગુરૂ એછે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એછે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે. મનુષ્યનોપ્રથમ ગુરૂ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનારશિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાનછે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જપોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે....!!
ગુરૂ પૂર્ણિમાવિશેષ અષાઢમહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનુંખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આદિવસે શિષ્ય શ્રધ્ધાભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરૂનુ પૂજન કરીને તેમને શક્તિમુજબ દક્ષિણા આપીને ધન્ય-ધન્ય થઈ જતો હતો. આમ તો ધણાં ગુરૂ થયા છે, પરંતુવ્યાસ ઋષિ, જે ચારો વેદોના પ્રથમવ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પૂજા થાય છે. વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી જ છે, તેથી તેઆદિગુરૂ કહેવાય છે. અને માટેજ ગુરૂપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.તેમની યાદને તાજી રાખવા માટે આપણે પોત-પોતાના ગુરૂઓને વ્યાસજીનાં અંશ માની તેમનીભક્તિથી પૂજા-અર્ચના કરવી જોઈએ. આ દિવસેફક્ત ગુરૂ (શિક્ષક) જ નહી, પરંતુમાતા-પિતા, મોટા ભાઈ-બહેન વગેરેની પણ પૂજાકરવાનું કહેવાયુ છે. આ દિવસેવસ્ત્ર, ફળ, ફૂલ અનેમાળા અર્પણ કરીને ગુરૂને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. કારણકે ગુરૂનોઆશીર્વાદ જ વિદ્યાર્થીને માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે. વ્યાસજી દ્વારારચિત ગ્રંથોનું અધ્યયન અને મનન કરીને તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ. આતહેવારને શ્રધ્ધાથી મનાવવો જોઈએ, અંધવિશ્વાસોનાઆધાર પર નહી. ગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા ગુરૂસાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈશ્રી ગુરૂદેવ નમ: ગુરુપ્રવેશ દ્રાર છે અને એકવાર અંદર ગયા પછી બધુ ગુરૂની દ્રષ્ટિથી જોવામાં આવે છેગુરૂના સાનિધ્યને માણવું જોઈએ. તેમને સંસારનો અંશ ન બનાવો. કારણકે એકવાર ગુરૂનેસંસારનો અંશ બનાવ્યા પછી આપણામાં બધી પ્રિય અપ્રિય ભાવનાઓ જાગે છે. આપણે ગુરૂ સાથેભાવનાત્મક રૂપથી જોડાઈ જઈએ છીએ. 'તેમણેઆવુ કહ્યું' અને 'તેમનેઆવું ન કહ્યુ' , 'પેલો તેમનો વધુ પ્રિય છે, હું નથી' વગેરે. તમે ગુરૂહોવા છતાં ગુરૂના સાનિધ્યનો અનુભવ ન કરી શકો તો તે માટે તમે જ જવાબદાર છો. કારણકેતમારું મન, તમારી ધારણાઓ અને તમારાઅહંકારના કારણે જ તમે તમારી મહત્વપૂર્ણ વાતો ગુરૂને કહી શકતાં નથી. તમે ફક્ત 'કેમ છો? , બધુકેવું ચાલી રહ્યું છે? આવીનિયમિત વાતો જ ગુરૂ સાથે કરતાં હોય અને તેમની નિકટતાનો અનુભવ ન કરી શકો તો તમનેગુરૂની જરૂર જ શુ છે? એવાકેટલાય શિષ્યોના ઉદાહરણો છે, જેપોતાના ગુરૂની સેવામાં બધું સમર્પિત કરી દેતાં હતા. - મર્યાદાપુરૂષોત્તમ શ્રી રામ પોતાના શિક્ષાગુરૂ વિશ્વામિત્રની પાસે બહુ સંયમ, વિનય અનેવિવેકથી રહેતા હતા. - આરુણિનેગુરૂની કૃપાથી બધા વેદ, શાસ્ત્ર, પુરાણવગેરે વાંચ્યા વગર જ આવડી ગયા હતા. જે વિદ્યા ગુરૂની સેવા અને કૃપાથી આવડે છે તે જવિદ્યા સફળ થાય છે. - એકલવ્ય એદ્રોણચાર્યને ગુરૂ માની લીધા હતા, જ્યારેદ્રોણચાર્યએ તેમને શિક્ષા આપવાની ના પાડી ત્યારે તેણે તેમની માટીની મૂર્તિ બનાવીનેસાચી શ્રધ્ધાથી શિક્ષા ગ્રહણ કરી તો તેઓ ધનુર્વિદ્યામાં નિપુર્ણ થઈ ગયા. - સંતકબીરજીએ રામાનંદજીને ગુરૂ માની લીધા હતા. પણ તેઓ જાણતા હતા કે રામાનંદજીજાણી-જોઈને એક વણકરના છોકરાને તો શિષ્ય નહી બનાવે. માટે કબીરજી એક દિવસ વહેલીસવારે પંચગંગાનાં ઘાટની સીડીયો પર જ ઉંધી ગયા. રોજની જેમ સ્વામી રામાનંદજી જ્યારેસ્નાન કરવા આવ્યા તો તેમનો પગ સીડી પર નિંદર કરી રહેલા કબીરની છાતી પર પડ્યો, અને તેઓરામ-રામ બોલી ઉઠ્યા. કબીરજી એ તેને જ ગુરૂ મંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા. આવા તોધણા ગુરૂભક્તો હતા. જેમણે પોતાના ગુરૂની સેવામાં જ સાચુ સુખ જાણ્યું અને તેઓગુરૂના આશીર્વાદથી અમર થઈ ગયા. ગુરૂદક્ષિણા - સામાન્ય રીતે ગુરૂ દક્ષિણાનો મતલબ ઈનામ ના રુપમાં લેવામાં આવે છે. પરંતુતેનો અર્થ આનાથી વધુ વ્યાપક છે. સાચી ગુરૂ દક્ષિણા એ જ છે કે તમે તમારાં ગુરૂદ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો. અને તેનો સાચો ઉપયોગ કરી, લોકોનુંભલું કરો. ગુરૂદક્ષિણા ગુરૂ પ્રત્યે સમ્માન અને સમર્પણ ભાવ બતાવે છે. ગુરૂ એશિષ્ય પાસેથી ગુરૂ દક્ષિણા લે છે જે શિષ્યની સમ્પૂર્ણતામાં આવી જાય છે અર્થાતજ્યારે શિષ્ય ખુદ ગુરૂ બનવાને લાયક બની જાય છે. ગુરૂનું સંપૂર્ણ જીવન શિષ્યનેયોગ્ય બનાવવામાં લાગી જાય છે, આથીજ્યારે શિષ્ય શિક્ષા ગ્રહણ કરીને ઘરે જાય છે તો તેને ગુરૂદક્ષિણા આપવી પડે છે.ગુરૂદક્ષિણાનો મતલબ ફક્ત ધનદૌલત જ નથી......!ધન્યવાદ
"ગુરૂ પૂર્ણિમા જાણો જીવનમાં ગુરૂનું મહત્વ"
No comments yet. -