[Image][‘અખંડ આનંદ’ ફ્રેબુઆરી-2008માંથી સાભાર.] ભારતના યુવાન નાગરિક તરીકે, ટેકનોલૉજી, મારા દેશ માટેનો પ્રેમ, અને જ્ઞાનથી સજ્જ થઈને મને પ્રતીતિ થાય છે કે, નાનું ધ્યેય એ ગુનો છે. હું મહાન સ્વપ્ન માટે કામ કરીશ અને પસીનો પાડીશ, એ સ્વપ્ન કે જેમાં વિકસતું ભારત વિકસિત રાષ્ટ્રમાં પરિણમે, મૂલ્ય પદ્ધતિ અને આર્થિક સામર્થ્યથી સશક્ત બને. હું કરોડોમાંનો એક નાગરિક છું, એક આર્ષદષ્ટિ જ કરોડો આત્માઓને પ્રજ્જવલિત કરશે; એ મારી અંદર પ્રવેશી છે. પૃથ્વીથી પર, પૃથ્વી ઉપર અને પૃથ્વીની નીચે રહેલા, કોઈ પણ સ્ત્રોતની સરખામણીમાં એક પ્રજ્જવલિત આત્મા એ સૌથી વધારે શક્તિશાળી સ્ત્રોત છે. વિકસિત ભારતનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે હું જ્ઞાનનો દીપક જલતો જ રાખીશ.
"Abdul Kalam"
No comments yet. -