વાણી અને પાણી સંભાળીને વા૫રવાં જોઇએ.શબ્દો વૃદ્ધિ ૫ણ કરે અને વિનાશ ૫ણ કરે.શબ્દો જ મારે અને શબ્દો જ તારે છે.શબ્દો ઉ૫રનો સંયમ ઉત્તમ તપ અને ઉપાસના છે. વાણી ઐસી બોલીએ મનકા આપા ખોઇ, ઔરન કો શિતલ કરે આપકી શિતલ હોઇ..! શબ્દ સંભાળી બોલીયે, શબ્દકે હાથ ન પાંવ, એક શબ્દ ઔષધિ કરે એક શબ્દ કરે ઘાવ..! માણસ જ્યારે રૂપિયાની નોટો ગણતો હોય છે ત્યારે કોઇ જગ્યાએ ધ્યાન આપતો નથી ૫ણ જ્યારે સત્સંગ ભજનમાં બેઠો હોય છે ત્યારે બધે જ ધ્યાન આપે છે. ઇશ્વર એકવારની ભૂલ માફ કરી શકે,પરંતુ એકની એક ભૂલ ફરી માફ ન કરી શકે. એકની એક ભૂલ વારંવાર કરવી તે બેદરકારી છે.ઇશ્વર પાસે આપણે ભૂલો સુધારવા ભેજું અને તે સ્વીકારવા કલેજું માંગીએ..
"Quotes."
No comments yet. -