એકમોટીવાત એક પરિવાર છે… આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે. આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું . તેણે સરસ વાત કરી . એ વડીલે કહ્યું કે, અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે. નાનાહોયતેનેપ્રેમકરવો .મોટાહોયતેનોઆદરકરવો . ઘરની દરેક વ્યકિત આ વાત સારી રીતે સમજે છે અને એ રીતે જ વર્તન કરે છે . આ બે નિયમથી બધા લોકોની અપેક્ષા સંતોષાઈ જાય છે. એ વડીલે કહ્યું કે ઘર હોય કે કામ , જો દરેક વ્યકિત મારે શું કરવાનું છે ? મારી કેટલી જવાબદારી છે ? એટલું જો માણસ સમજી જાય તો તેને વધુ મુશ્કેલી પડતી નથી . તકલીફોત્યારેજઊભીથાયછેજયારેમાણસબીજાનાકામમાંચંચુપાતકરેછે . આપણેમોટાભાગેબીજાનાકામઉપરનજરરાખીએછીએ . એણે આ ખોટું કર્યું. આવું કરીને એણે યોગ્ય નથી કર્યું. બહુ ઓછા લોકો પોતાના કામ ઉપર નજર રાખે છે. મેં કર્યું એ બરોબર છે? હું જે કરું છું એ મને શોભે છે? આ જવાબો જો માણસ મેળવી શકે તો ઘણા બધા સવાલો હલ થઈ જાય.. આપણેબીજાનોચોકીપહેરોકરીએછીએઅનેઆપણીજાતને રેઢીમૂકીદઈએછીએ . કોઈ કામ નાનું નથી . કોઈ કામ મોટું નથી . સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે . દરેક કામનું મહત્વ છે અને દરેક કામ જરૂરી છે .. એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે . બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ બે વસ્તુને જોડી રાખવાનું છે .. આપણે એ બોલ્ટની એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ ? ઘર હોય , નોકરી - ધંધો હોય કે સમાજ હોય , બે વાત યાદ રાખવી જોઈએ . એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો . સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે .. અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક વાત સરસ રીતે લખીને ઇ - મેલથી મોકલી છે . આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે . ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો . ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે . બીમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી . એવો ડર હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે . ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતાં હતાં . રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા . ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો આવવાની રાહ જોતા હતા . એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો . તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં . તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે ? બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી. તું પાછો આવી ગયો ? ચાલ બહાર નીકળ. તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે. બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો . ભરતભાઈએ એ બાળકને પૂછ્યું , તને આટલી ખરાબ રીતે ખખડાવે છે તો પણ તું શા માટે અહીં આવે છે ? અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી . બાળકે કહ્યું કે,હુંમારુંકામકરુંછુંઅનેએતેનુંકામકરે છે. મારુંકામછેઅગરબત્તી વેચવાનું, એટલેહુંઅગરબત્તીવેચુંછું. તેનુંકામછેમનેકાઢીમૂકવાનુંએટલેએમનેકાઢીમૂકેછે .. બાળકે વાત આગળ વધારી. તેણે કહ્યું કે હું અપંગ છું. ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું . ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી . મેં તેને પૂછ્યું તો કહ્યું કે , તારી ચિંતા થતી હતી . તને કંઈ થઈ જાય તો ? બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી. તું ઘરનું ઘ્યાન રાખે છે , બધા માટે જમવાનું બનાવે છે . તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે ? ના ગમે ને ? મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે . ભગવાનનું કામ ભગવાનને કરવા દે ને . ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે ! ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો . હું સાવ હળવો થઈ ગયો . મને વિચાર આવ્યો કે હું દીકરાની ચિંતા ખોટી કરું છું .. એ મારું કામ નથી . મારું કામ તો છે તેને બેસ્ટ ટ્રીટમેન્ટ અપવવાનું , તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું . હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉ . ભગવાને તેનું કામ કર્યું . ભરતભાઈ અને જાગૃતિબહેન કહે છે કે એ બાળકની વાત અમને જીવનનાં ડગલે અને પગલે કામ લાગી છે .
કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે . કર્મકરશો એટલેફળતોમળવાનુંજછે . સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે . તમારા કામને ઓળખો . તમારા કામને એન્જોય કરો . બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં ? ઇશ્વરેતમનેજેવાબનાવ્યાહોયએકરતાં સહેજપણઊતરતાનબનવું , એમાંજતમારુંગૌરવછે .
"Fwd: namskar"
No comments yet. -