[ક] રસોઈ ટિપ્સ [1] લીલા ચણા અથવા વટાણા બાફતીવખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે. [2] રોટલી માટેલોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળીબનશે. [3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેનીચીકાશ ઓછી થશે. [4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણદહીં જમાવી શકાય છે. [5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાંનાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથીદાણા અલગ-અલગ રહેશે. [6] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે. [7] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે. [8] મીઠા સક્કરપારાબનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે. [9] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચાપપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે. [10] બિસ્કિટ પરદૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરાથશે.
[11] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનોછંટકાવ કરવો અને પછી તળવી. [12] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીનેકાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ. [13] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે. [14] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બનેછે. [15] સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમફૂલેલાં બનશે. [ખ] આરોગ્ય ટિપ્સ [1] વરિયાળી સાથે આદું અથવાજીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે. [2] હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાનાપ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે. [3] ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટમેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગેછે. [4] શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફમટે છે. [5] એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે. [6] ખોરાક પચતો ન હોય તેમણેજીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે. [7] ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાંઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે. [8] નાળિયેરના પાણીમાંલીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે. [9] રાત્રેભારે ખોરાક લીધા પછી છાસમાં જીરું, લીમડો અને આદુનો ઘીમાં વઘાર કરીનેપીવાથી ફાયદો થશે. [10] ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાંએલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે. [11] સંધિવામાં આવતા સોજાપર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે. [12] મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે. [13] હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોયછે. તેને રોજ ભૂખ્યા પેટે ચાવીને ખાવું. [14] એક ચમચી તુલસીનો રસ અનેબીલીના ફૂલની સાથે એક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહતથાય છે. [15] જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનોરસ જીરું પાવડર નાખીને એક ચમચી પીવો. [ગ] હોમકેર ટિપ્સ [1] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ.આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી. [2] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજેદિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે. [3] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાંમાટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે. [4] મલાઈમાંથી ઘી બનાવતી વખતેતેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે. [5] કાચનાવાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે. [6] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવારરહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું. [7] વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડુંપાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળીજશે. [8] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતુંનથી. [9] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલેછે. [10] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટેએને કેરોસીનથી સાફ કરવી. [ચ] સોંદર્ય ટિપ્સ
[1] કાંદાનો રસઅને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકેછે. [2] ત્વચા પર ડાઘ અને ધબ્બા હોય તો સરસિયાના તેલમાં ચપટી મીઠુંનાખીને એનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે. [3] એક મુઠ્ઠી જેટલીઅગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવી પંદર મિનિટપછી ધોઈ નાખો. એથી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે. [4] દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશકરો. વાળની ચમક વધી જશે. [5] ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે ત્રણચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈનાખો. [6] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પરલગાવવાથી ખીલ દૂરથાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે. [7] જાયફળ વાટીને ચહેરા પરલગાડવાથી કરચલીઓ દૂર થાય છે. [8] ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવામાટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પરલગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો. [9] કાંદા શેકી તેની પેસ્ટબનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે. [10] તુવેરનીદાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથીવાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે. [છ] જાળવણી ટિપ્સ [1] ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથેકપૂરની ગોળી રાખવી. [2] સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાંપલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી. [3] આમલીને લાંબો સમય તાજી રાખવા એકકપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એનેત્રણ-ચાર દિવસ સુકાવવી. [4] અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછીઅથાણું ભરવાથી ફૂગ નહીં લાગે. [5] લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલીચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે. [6] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાનીબરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.
જિંદગી એવી ન જીવો કે લોકો "ફરિયાદ" કરે, પણ એવી રીતે જીવો કે લોકો "ફરી યાદ" કરે, તેના માટે "ગમેતેવું" ન બોલો પરંતુ "ગમે તેવું" બોલો.... [Image] prem patel
"GUJARATI TIPS..................prem patel"
No comments yet. -