tag:blogger.com,1999:blog-267349642008-04-24T16:38:15.045+05:30ઉજાસસલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-26734964.post-1156558386227598772006-08-26T07:40:00.000+05:302006-08-26T07:43:06.250+05:30ઇસ્લામ આંતકવાદનો નહિ શાંતિનો હિમાયતી છે
આજ કાલ મિડિયાએ ઇસ્લામ ને આતંકવાદ સાથે જોડવાની એક ફેશન બનાવી લીધી છે. જયારે ઇસ્લામ તો શાંતિનો જ સંદેશ આપે છે. હા, મુસ્લિમોનો એક નાનો વર્ગ જરૂર આતંકવાદ તરફ ધકેલાય રહ્યો છે. પણ સ્વેચ્છાએ નહીં પણ સંજોગો તેને તે માર્ગે ધકેલી રહ્યા છે. તેમની સાથે થતા અન્યાયનો સામી છાતીએ સામનો કરવાની શક્તિના અભાવે તે પોતાના ક્રોધ અને વિરોધ એ રીતે વ્યક્ત કરતો થઇ ગયો છે. તે પોતે પણ એક રીતે નિર્દોષોને થતા નુકસાન – જાનહાની કદીએ પસંદ નહીં જ કરતો હશે પણ લોકો અને સરકારનું ધ્યાન ખેંચવા આ રીતના પ્રયત્નો કરે છે.
જગતમાં આતંકવાદને ભટકાવનારા મુસ્લિમો નહીં પણ અમેરિકા- બ્રિટન છે. તેઓ વાત તો લોકશાહીની કરે છે પણ પોતાના સ્વાર્થ માટે તે મોજમજામાં જ મસ્ત રહેતા મુસ્લિમ બાદશાહોને કે સરમુખત્યારોને પોષી આમ મુસ્લિમોને દબાવવા જ સદાપ્રયત્‍ન કરતા રહે છે.
જગતમાં મુસ્લિમ વસ્તીવાળા દેશ સાથે અમેરિકા અને તેના મિત્રોની કેવી નીતિ અપનાવી રહ્યા છે. જે જગત જોઇ રહી છે. બરબાદ કરીને છોડી દેવું આમાથી જ આતંકવાદ ફેલાઈ છે. દરેક મુસ્લિમ દેશોમાં લશ્કરી અડ્ડા જમાવી અમેરિકા તેમને દબાવવા ત્યાં પડયું રહે છે. જે ત્યાંની જનતાને પસંદ નથી. અને તેથી ત્યાં અમેરિકા વિરૂદ્ધ જન જાગરણ બનતું જાય છે.
ભારતે અમેરિકાના ભરોષે રહેવા જેવું નથી. જાતે જ પોતાના પ્રશ્નો હલ કરવા પડશે તે માટે વાતાવરણ ભાઇચારા ભર્યું બનાવવું પડશે મસ્જિદ મદ્રસાઓને ચ ગાવી મુસ્લિમો ના દિલોને જે રીતે રંજિત કરાય છે. તે ઠીક થતુ નથી જો કોઇ વિરૂદ્ધ પૂરતા સબૂત મળે તો તેને જરૂર દંડિત કરો. પણ જાહેરમાં કોમ વિરૂદ્ધ થતો પ્રચાર બંધ થવો જોઇએ.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1155615958090197892006-08-15T09:49:00.000+05:302006-08-15T11:12:59.716+05:30કલ્‍લુ કવ્‍વાલની કવ્‍વાલી
સુરતના પૂરની ચીતા રજૂ કરતી કલ્‍લુ કવ્‍વાલની કવ્‍વાલી વાંચવા જેવી છે. જેની લીંક આપી રહ્યો છું વાંચકોથી ગુજારીશ છે કે તે ની તરફ પણ એક નજર કરવામાં આવે. www.bazmewafa.blogspot.com
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1153275856124000772006-07-19T07:52:00.000+05:302006-07-19T07:54:16.143+05:30મુસ્લિમો પર થતા ખોટા આક્ષેપો બંધ થાય
કેટલાક રાજકીય નેતાઓ પોતાની અને પોતાના પક્ષની સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે હંમેશા ધડ-માથા વિનાના આક્ષેપો કરતા રહે છે. અને તેની સત્યતાની તપાસ કર્યા વિના કેટલાક અખબારો તેને મોટા મોટા હેડીંગો આપી પ્રસિધ્ધિ પણ આપે છે. આવા આક્ષેપોનો ભોગ મોટા ભાગે મુસ્લિમો બને છે. તેથી સમાજમાં તેમના માટે નફરત પેદા થાય છે. આવી ગંભીર બાબત તરફ કોઇ ધ્યાન આપતું નથી. આપણે જોયું કે બોમ્બેના બોમ્બ બ્લાસ્‍ટમાં મરનાર દરેક ધર્મના લોકો હતા. તે છતાં શંકાની સોય મુસ્લિમો તરફ ખેંચવામાં આવી, મુસ્લિમ ઇલાકાઓમાં દરોડા પાડવામાં આવ્યા. હવે આજે જોયું કે સ્વામી સચ્ચિદાનંદ પરના હુમલામાં કયાં મુસ્લિમો આવ્‍યા ???
જેઓ આવા, આક્ષેપો કરે છે તેમના ઉપર એ જવાબદારી પણ લાદવી જોઇએ કે તે તેની સત્યતા પણ સાબિત કરી બતાવે, જો તે સાબિત ન કરી શકે તો તેને સમાજમાં કૌમ- કૌમ વચ્‍ચે નફરત ફેલાવવા માટે સજાપાત્ર ગુનેગાર ગણી લેવો જોઇએ. સત્યતાની તપાસ કર્યા વિના જુઠા સમાચારો પ્રસિધ્ધ કરી સમાજમાં નફરતની આગ ફેલાવવા માટે એવા અખબારોને પણ ગુનેગાર ગણવા જોઇએ.
એવું પણ જાણવામાં - જોવામાં આવ્યું છે કે જેમની સામે ખોટા આક્ષેપો થયા હોય, તેઓ તેનો દલીલો સાથે ઉત્તર અખબારોને મોકલે તો તે પ્રત્યે દુર્લક્ષ કરી લેવામાં આવે છે. અને જો પ્રસિધ્ધ કરવું પડે તો તેને એક ખુણામાં આપી દેવામાં આવે છે. જયાં કોઇનું ખાસ લક્ષ જ ન જાય.
કેટલાક અખબારોના પાને સદા નફરત પેદા કરનાર હેડીંગો તો મોટા અક્ષરોમાં આપવામાં આવે છે. પણ તેની નીચેની જો હકીકત વાંચો તો એવું તેમાં નથી હોતુ. પણ આનાથી સમાજનું જે વાતાવરણ કલુષિત થાય છે. તેની જવાબદારી અખબારોની છે. મુસ્લિમોને વિના કારણે જરૂર ઘસીટવામાં આવે છે. આને શું સમજવું ?
રાજકીય નેતાઓ તરફથી મુસ્લિમો વિરૂદ્ધ થતા ખોટા આક્ષેપો તથા કેટલાક અખબારો તરફથી તે દ્વારા ફેલાવાતી નફરતની આગને તાકીદે બંધ કરવા સરકાર તથા સમાજના સજાગ નાગરિકો તરફથી યોગ્ય થાય એમ અમે ઇચ્‍છીએ છીએ. આનાથી સરવાળે શહેર, રાજ્ય અને દેશની શાંતિ જળવાશે અને ફાયદો જ થશે.
ઠંડા દિલ- દિમાગથી સૌ એના પર વિચારે અને અમલ કરે એ જ આજની માંગ છે.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1152668683740778962006-07-12T07:13:00.000+05:302006-07-12T07:14:43.756+05:30લોકશાહી બચાવો
આપણી ભારતની લોકશાહીને જગતની સર્વશ્રેષ્‍ઠ લોકશાહી તરીકે ગર્વ લઇને તેને સદા બિરદાવતા થાકતા નથી. ભારતમાં સમય સમયે ચૂંટણી તો જરૂર થતી રહે છે પણ શું આપણે છાતી ઠોકીને કહી શકીએ એમ છે ખરા કે તેમાં જનતાને સાચો અભિપ્રાય વ્‍યકત થાય છે. ચૂંટણી સમયે જનતા પર ધાર્મિક, કૌમી, સામાજિક, નાણાકીય શકિતબળનો પ્રભાવ પાડવાનો સતત પ્રયત્‍ન શું થતો નથી? થાય જ છે જેમાં સત્તાપક્ષને વધુ ફાવટ હોય, ખૂબ સક્રિય રહે છે. મુખથી તો બધા સિધ્‍ધાંતોની પ્રગતિની ખૂબ વાતો કરે છે પણ અમલમાં તે ગંભીર હોતા જ નથી.
જયારે ચૂંટણી થઇ જાય છે. મતદારો પોતાનો મત પોતાના પસંદગીના પક્ષના ઉમેદવારને આપી, આશા રાખે છે કે તે પાંચ વર્ષ સુધી મતદારોને વફાદાર રહીને સેવા કરશે. પણ જો એમ થતું નથી તો વિરોધી સભ્‍યોને ફોડી પોતાના પક્ષ કરવા ખટપટ શરૂ થઇ જાય છે. પૈસાના કે બીજા પ્રલોભનોના જોરે સભ્‍યો ફેરફૂદડી કરવા લાગે છે. તેઓ ભૂલી જાય છે કે મતદારોએ તેમને કયા પક્ષે રહી સેવા કરવા ચૂંટયાં છે. મતદારો બિચારા તેમની સાથે થતી દગાખોરી સામે કંઇ કરી શકતા નથી. તેમને તો ફકત જોઇ જ રહેવું પડે છે. મતદારોએ જે સિધ્‍ધાંતોને જોઇ મત આપ્‍યા હતા, તેમાં છેતરાયાનું ઠગાયાનું ભાન થાય છે. આપણી આ લોકશાહીની મોટી ખામી છે. તોડફોડમાં મોટે ભાગે સત્તાધારી પક્ષનો હાથ ઊંચો રહે છે. તે તેના વિરોધીઓને કચડી નાંખવા આગ્રહી હોય છે. જેમકે હાલ ગુજરાતમાં આપણે જોઇ રહ્યા છે. જયારે લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષનું હોવું બેહદ જરૂરી છે. દેશના દરેક રાજયમાં પણ ચૂંટાયેલા સભ્‍યોની ફેરફૂદડી જાણીતી છે. સંસદમાં પણ આમ જ થતું રહે છે. આજે સત્તાધારી પક્ષે તો કાલે વિરોધ પક્ષે એમ કરવા પાછળ જનતાનો લાભ જોવાતો નથી પણ પોતાનો વ્‍યકિતગત લાભ જ જોવાય છે. ગુજરાતના ચૂંટાયેલા પંચાયતોને પણ સત્તાધારી પક્ષ તરફથી પોતાના હિત માટે તોડવાનું એક અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દક્ષિ‍ણ ગુજરાત પણ પાછળ નથી. તેના ભવાડા અખબારોમાં આપણે વાંચ્‍યા છે. આ બધું લોકશાહીને વિકસાવવા બાધા રૂપ બને છે. હવે જનતાએ જ એવાઓની શાન ઠેકાણે લાવવા આંદોલનનો માર્ગ લેવો જોઇએ. તો જ જાડી ચામડીના સીધા થશે. જનતા જાગે અને લોકશાહી બચાવવા મેદાનમાં આવે.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1151548813414955832006-06-29T08:05:00.000+05:302006-06-29T08:10:13.430+05:30ઈસ્‍લામી મદરસા
એક અખબારમાં શ્રી ભરત પંડયાના ચર્ચાપત્ર મદરસાઓ એટલે પછાતપણાની બેડીઓના અનુસંધાનમાં અમે લાંબા સમયથી જોઇ રહ્યા છીએ કે જેને ઇસ્‍લામ કે મદરસા બાબતનું કોઈ જ્ઞાન નથી તે ફેશન તરીકે તેની ટીકા કરવાની બહાદૂરી બતાવી રહ્યા છે. શ્રી પંડયા જેવા પણ જયારે એમાં ભળે છે તો રંજ થાય છે, ખરેખર તો આ બીજાના ધર્મમાં ખુલ્‍લી દખલ છે તે બંધ થવી જોઈએ. એ જાણી લેવાની જરૂર છે કે મદરસા બે પ્રકારના હોય છે, એક મુસ્લિમ વસ્‍તીવાળા મહોલ્‍લા યા ગામમાં ચાલતા નાના મદરસા જેમાં નાના બાળકોને મજહબનું પ્રથમિક જ્ઞાન અપાય છે. કુરઆન પઢતા શીખવવામાં આવે છે. બાકીના સમયમાં બાળકો ગામની ગુજરાતી શાળામાં શિક્ષણ લે છે. બીજા ધર્મના લોકો પણ આવી પાઠ્યશાળાઓ ચલાવે છે. બીજા મદરસા જયાં મજહબનું ઉચ્‍ચ શિક્ષણ અપાય છે. આ મદરસા આશ્રમ શાળાની જેમ ચલાવાય છે જેમાં કોલેજ લેવલનું શિક્ષણ અપાય છે. આવા દારૂલ ઉલૂમો જિલ્‍લામાં ર-૩-૪ હોય છે. આવા મદરસામાં ઉચ્‍ચ શિક્ષણના ઇચ્‍છુક જ જાય છે. આવા મદરસા સરકારી કાનૂન પ્રમાણે ચેરીટી કમિશનર યા વકફ યા વકફ બોર્ડમાં રજીસ્‍ટર કરાવેલા હોય છે, તેના ટ્રસ્‍ટીઓ હિસાબ રાખે છે તે ઓડિટ કરાવી ચેરીટીમાં મોકલાય છે બધુ કાનૂની થાય છે છતાં કોઈ મદરસામાં ગેરરીતિ હોય તો સબૂત સાથે કોર્ટમાં પડકારી શકાયલ, અને આજ સુધી કોઇ મદરસામાં ગેરરીતિ થતી જોવા મળી નથી. જે કંઇ મદરસાના વિરૂદ્ધ બકવાસ કરવામાં આવે છે તે વાહિયાત જ હોય છે. માટે મદરસાને ખોટી રીતે બદનામ કરવા યોગ્‍ય નથી જ.
મુસ્લિમોમાં માલદારો પર ધા‍ર્મિક રીતે પોતાના માલમાંથી દરવર્ષે ૪૦મો ભાગ ગરીબ, નાદાર, મરૂરતમંદને દાન પેટે આપવું જરૂરી બતાવવામાં આવે છે તેમાંથી ગરીબ બાળકો જે મદરસામાં તાલીમ લઇ રહ્યા છે. તેમના ઉપર પણ ખર્ચ કરવામાં આવે છે. ભારતના મુસ્લિમો નોકરી ધંધા માટે પરદેશ જાય છે. ત્‍યાંથી પોતાના ગામ રાજ્યના મુસ્લિમોના સેવાના કામ માટે પૈસા મોકલે છે તે કોઈની વ્‍યકિતગત સંપત્તિ હોતી નથી સમાજ કે ટ્રસ્‍ટની હોય છે. બીજા ધર્મિઓ પણ પરદેશથી આ રીતે મદદ મોકલે છે. આ દેશના નાગરિકોને રોજી રોટી માટે દેશમાં ગમે ત્‍યાં જવાનો અધિકાર છે. એ રીતે બિહાર યુ.પી.ના આલિમો રોજીની શોધમાં ગુજરાતમાં આવે છે. બીજા ધર્મના ધર્મગુરુઓ શું એ રીતે નથી આવતા ? ઉર્દૂ એ એક ભારતીય ભાષા છે તેનો બંધારણમાં પણ સ્‍વીકાર થયો જ છે. પુરા ભારતમાં તે બોલાતી હોય તેને મુસ્લિમોએ મજહબની લીંક ભાષા બનાવી છે, પ્રાદેશિક ભાષાનો પણ ઉપયોગ થાય જ છે. મદરસા અને ઉર્દુના ત્‍યાગની સલાહ માન્‍ય ન થઇ શકે. આવી સલાહ પાછળ મોટું કાવતરું લાગે છે.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1150770836256140172006-06-20T07:57:00.000+05:302006-06-20T08:03:56.266+05:30કોમી એકતા દેશ માટે જરૂરી
હિન્‍દુસ્‍તાનમાં પરાપૂર્વથી સર્વધર્મ સમભાવ રહ્યો છે. અંગ્રેજો આ દેશમાં આવ્યા તે પહેલાં દેશમાં સર્વધર્મના લોકો પ્રેમભાવથી મળીને રહેતા હતા. મુસ્લિમોમાં હિંદુ ધર્મ પ્રત્યે તથા હિંદુઓમાં ઇસ્લામ પ્રત્યે આદર હતો. સૂફી સંતોના ડાયરા તથા નાનક, કબીર, રહીમ જેવા આદી કવિઓના કાવ્‍યો એના સબૂત છે. આજે જ ઘણી જગ્‍યાએ મંદિર-મસ્‍જીદ પાસે પાસે દેખાય છે. તે તે સમયની કોમી એકતાની નિશાની છે પણ અંગ્રેજોએ પોતાની સત્તાના મૂળિયા હિંદમાં મજબૂત કરવા હિંદુ-મુસ્લિમોમાં ફૂટ નાંખી તેણે ઇસ્‍લામની બદબોઇ કરવા માંડી અને ઇસાઇ ધર્મની ઉંચતા બતાવવા ખૂબ પ્રચાર કર્યો અને મીશનરી દ્વારા ખૂબ પૈસા ખર્ચ કર્યા. જેની અસર આજે પણ બંને કોમોમાં કટૂતારૂપે દેખાઇ રહી છે.
આજે જે કોમી એકતામાં ખલેલ પાડી રહ્યા છે તે આમ જનતા નથી પણ કહેવાતા આગેવાનો જ છે તેઓ ચાહે તો કોમી એકતા સ્‍થાપી શકાય એમ છે એ માટે મહાત્‍મા ગાંધીએ પોતાના પુસ્‍તક મારા સ્‍વપ્‍નનું ભારતના પેજઃ ર૪૧-ર૪ર પર લખ્‍યું છે.
મારી તો ખાતરી છે કે જયાં આગેવાનોમાં લડવાની ચળ નથી ત્‍યાં આમ પ્રજાને લડવાની કે માથા ભાંગવાની મુદલવૃત્તિ નથી. તેથી જો આગેવાનો કબૂલ થાય કે બધા આપસના કજિયાઓને જ જંગલી અને અધાર્મિક ગણીને બીજા બધા સભ્‍ય દેશોની માફક આ દેશમાંથી પણ કાયમને માટે તિલાંજલી આપવામાં આવે તો આમ પ્રજા તાબડતોબ એ ભાવનાને ઝીલી લેશે એ વિષે મને છાટાભર શંકા નથી. જ્યારે હિંદમાં અંગ્રેજ રાજ્ય ન હતું જ્યારે એક પણ અંગ્રેજના પગલાં અત્રે નહોતા થયા ત્યારે શું હિંદુ, મુસલમાન અને શીખ હંમેશા માહેમાહે લડયા જ કરતા હતા ? ઈતિહાસકારોએ પુરાવો આપીને બતાવ્યું છે કે ત્યારે પણ અમે પ્રમાણમાં સુલેહ શાંતિથી રહેતા હતા. લડતા ન હતા. અંગ્રેજો ગયા પણ તેમણે ચાંપેલી કુસંપની આગ હજુ દેશમાં જલી રહી છે. રાજકારણીઓ સત્તાપ્રા‍પ્તિ ખાતર તે સદા પ્રજ્વલિત રાખવા પ્રયત્નશીલ છે. આ સત્યને આમ જનતા સમજે તે દેશના હિતમાં છે. આજે ધર્મના નામે થતા તોફાનો અને ફેલાતી ધૃણાથી આમ જનતાને જ તકલીફો પડે છે. લડાવી મારનારને કંઇ જ થતું નથી. તે તો મજા કરે છે. રેલીઓ કાઢી જલ્‍સા કરે છે. જેથી દેશની પ્રગતિ માટે કોમી એકતા જ દેશ અને જનતાના હિતમાં છે.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1150004405577164932006-06-11T11:07:00.000+05:302006-06-11T11:10:05.580+05:30હકીકતનો સ્વીકાર કરતા પહેલા વિચારો
કોઈ પણ હકીકતનો સ્વીકાર કરવા માટે તેના પર વિચાર કરવાની બેહદ જરૂર હોય છે. અમલ તેનું પ્રથમ પગથિયું છે વિચાર્યા વિનાનું કોઈ પણ કામ અલ્લાહ તઆલાને પણ પસંદ નથી. કોઈ કહે અને તે માની લેવું એ બેવકૂફી છે. દરેક પ્રશ્નનો બુદ્ધિપૂર્વક વિચાર કર્યા બાદ જ ચોક્કસ નિર્ણય પર આવવું એ સાચી બુદ્ધિમાની છે. અલ્લાહ તઆલાની આ હિદાયત માનવ જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. આપણે શ્રધ્ધા અને અંધશ્રધ્‍ધાનું ઉદાહરણ જ લઇએ તો બંને વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. શ્રધ્ધા માનવીનો એક મહામૂલો ગુણ છે પરંતુ અંધશ્રધ્‍ધા એ એક બિમારી છે. આવા અવગુણ ગુમરાહી જ લાવે છે. શ્રધ્ધા વિચાર કરવાથી મજબુત થાય છે. જ્યારે અંધશ્રધ્‍ધામાં વિચાર અથવા બુધ્ધિ વાપરવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. ઈમાન અને શ્રધ્‍ધામાં પૂરતો વિચાર કર્યો ન હોય તો તેને અંધશ્રધ્‍ધામાં ફેરવાઈ જતા વાર લાગતી નથી આથી સાવધ રહેવું જરૂરી છે. આપણે વિચાર કરીએ કે અલ્‍લાહે ઇન્‍સાનને શા માટે પેદા કર્યો ? તો જણાય છે કે તેની ઇબાદત માટે, વધુ વિચાર કરીએ કે શું આખો દિવસ ફકત ઈબાદત જ કર્યા કરવી ? આમ થાય તો દુનિયાનો કારોબાર જ સ્થગિત થઇ જાય. આથી ઊંડો વિચાર કરીએ તો સમજાય છે કે ઈબાદત એટલે ફકત નમાઝ, રોજા કે માળા ફેરવ્‍યા કરવું એવું નથી પણ રોજિંદા જીવનમાં જે ઇન્‍સાન જે અમલ કરે છે તે સાચી નિયત અને અલ્લાહ તઆલાના હુકમ પ્રમાણે હોય તો સર્વે ઇબાદત જ છે. અલ્લાહ તઆલાની ઇબાદતની સાથે માનવના એકબીજા પ્રત્‍યેના હકો અદા કરવા એ પણ ઇબાદત જ છે.
આથી માનવે દરેક કાર્યમાં પુરતો વિચાર કર્યા બાદ સાચી નિયતથી અલ્‍લાહના હુકમો પ્રમાણે જીવન જીવવું જોઇએ. જેથી તેના દરેક કાર્યો ઇબાદતમાં સામેલ થઇ જશે.

સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1148177100402472942006-05-21T07:29:00.000+05:302006-05-21T07:35:00.423+05:30ફિલ્મો અને ટીવી સિરિયલોની આડઅસરથી ચેતો
આજે આપણા દેશમાં ફિલ્મો અને ટીવીની ખૂબ ચર્ચા રહે છે. નાનાથી મોટા બધાં જ એના ચાહકો છે, પણ કોઈ એનાથી થતી આડઅસર પ્રત્યે ગંભીર નથી કે તે દરેકના જીવન પર કેટલી ખતરનાક અસર પાડી રહી છે.
આજે દેશમાં જે બદી ફેલાઈ રહી છે તેને માટે ફિલ્મ- ટીવી સિરિયલો જવાબદાર છે. તમે કોઈ પણ ફિલ્મ કે ટીવી સિરિયલ જુઓ તેમાં મારામારી, ખૂન ખરાબો, કત્‍લેઆમ, દારૂની રેલમછેલ પિસ્તોલની ધનાધની, પ્રેમલા પ્રેમલીની બોગસ ભરમાર, ચોરી, લૂટ, બેંક લૂટવી, ઘરેથી બાળકોનું ભાગવું, આત્મહત્યા, દગાખોરી, જેવા દ્રવ્યો બતાવવામાં આવે છે. જેની જનતા પર ગહેરી અસર પડે છે. ખાસ કરીને નાના બાળકો, યુવાનો પ્રભાવિત થાય છે કેમકે તેઓ તો ફિલ્‍મીજીવનને જ સાચુ જીવન સમજે છે અને તે રીતે જીવવા ઇચ્છે છે. અને ફેશનમાં એમનું આંધળુ અનુકરણ કરી એમના જેવા વસ્‍ત્રો, હેરસ્‍ટાઇલ, ટીપટોપથી રહેવા માટે પોતાના માં-બાપને ખોટા ખર્ચાઓમાં ઉતારે છે. વડીલોની માન મર્યાદા જાણવવાને નાનમ સમજે છે. એમને એની ખબર નથી કે આ રીતનું જીવન સર્વનાશ તરફ લઈ જનારો માર્ગ છે.
ભારત સરકારે આવી ફિલ્‍મો તથા ટીવી સિરિયલો ન બને તે જોવું જોઈએ અને બનેલી પર પ્રતિબંધ મુકવો જોઈએ. હવે સમાચાર ચેનલો પણ ઘણા બિનજરૂરી દ્રશ્‍યો દેખાડી સમાજને ખોટે રસ્‍તે દોરી રહી છે.
ભારત એ મહાત્‍મા ગાંધી અને સંત મહંત, સુફીઓનો દેશ છે જયાં સત્‍ય અહિંસા અને દારૂબંધીની બોલબાલા હોવી જોઈએ, ત્યારે ફિલ્મ- ટીવી દ્વારા આજે લોકોમાં હિંસા, દારૂની રેલમછેલ અને અનેક બદીઓનું સિંચન થઇ રહ્યું છે. પ્રેમની બનાવટી ફિલ્‍મી વાતથી યુવાનોના જીવન ખેદાનમેદાન થઈ રહ્યા છે. તેમને ફિલ્‍મી પ્રેમની બનાવટનો ખ્‍યાલ નથી તે તેને જ સાચું જીવન સમજે છે અને પછી પસ્‍તાય છે.
ફોરૈનની આંધળી નકલ કરતી. ફિલ્મો- ટીવી સિરિયલો, ભારતીય સંસ્‍કૃતિના ઉમદા સંસ્કારોનો નાશ કરી રહી છે. દેશને આજે જરૂર છે દેશભકિત, ભાઈચારો, સર્વધર્મ સમભાવ, ઈમાનદારી, સાચી મિત્રતા, એકબીજામાં વિશ્વાસ જગાવનારા સંસ્‍કારોના સિંચનની સરકાર જનતાના હિતમાં ખરાબ અસર કરતા કાર્યક્રમો પર પાબંદી મુકી, સારા સંસ્કારો જગાવતા પ્રોગ્રામો આપવા માટે દબાણ કરે. એજ દેશ અને જનતાના હિતમાં હશે.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1147832038084028992006-05-17T07:39:00.000+05:302006-05-17T07:43:58.093+05:30સમાજને બચાવવા આગળ આવો
એક જમાનો હતો જ્યારે બુરાઈઓને નફરતની નજરથી જોતા હતા. ગુનાહિત કૃત્‍યોનો તિરસ્કાર કરતા, નીતિમત્તાને નષ્ટ કરતા કૃત્‍યોને વખોડતા અને સમાજ ભલાઈઓથી ભરેલો રહે તે માટે સદા ચિંતિત રહેતા હતા. બૂરા કામ કરનારાઓથી સદા દૂર રહેતા હતા. અને તેને જાકારો આપતા. આથી જ તે સમયે સમાજ હર્યો ભર્યો રહેતો હતો. પણ આજે સમાજનો વિચારવાનો ઢંગ જ એકદમ બદલાઈ ગયો છે. સમાજમાં ઠેરઠેર બુરાઈઓ ચાલતી જોવા મળે છે. પણ એનાથી સમાજ કોઈ પીડા અનુભવતો નથી. બુરાઈ જાણે કે માનવી માટે પ્રાકૃતિક બની ગઈ હોય એમ લાગે છે તેથી તેના પ્રત્યે કોઈ રોષ પ્રદર્શિત કરવા પણ બહાર પડતો નથી. નાનાં બાળકોથી માંડી મોટાઓ સુધી ગંદા ભાવાર્થવાળા ફિલ્‍મી ગીતો સાંભળે છે અને અર્ધનગ્‍ન કપડાં પહેરેલા દશ્‍યોની ફિલ્મો જુએ છે. સંસ્કાર બગાડનાર ટી.વી. સિરિયલો સર્વ કુટુંબીજનો સાથે બેસીને જુએ છે પણ કોઈને તેનો જરાયે અહેસાસ થતો નથી. સમાજમાં નારીનું અપમાન કરાય છે. નાની બાળા પર બળાત્કાર થાય છે. કોઈને અરેરાટી પણ થતી નથી. સમાજમાં નાચ-નખરા, શરાબ મેહફિલો, જુગારના જાહેર અડ્ડાઓ, ગાંજા-ચરસની છૂટ આપણે જોતા રહીએ છીએ, પણ તે વાતો પણ જાણે કોઠે પડી ગઈ છે. કોઈને તેનાથી વ્યથા થતી નથી. હવે સમય એવો ચાલી રહ્યો છે કે કોઈ જો આવી વાતનો વિરોધ પણ કરે તો જુનવાણી છે એમ કહી હાંસી ઉડાવાય છે.
સચ્ચાઈ, સંસ્કાર, નીતિમત્તા, સદાવર્તન, માનમર્યાદા અને ભલાઈ આધારિત જીવન વ્યવસ્થા આપણાથી દૂર ને દૂર થતી જાય છે. જો સમાજ એને ફરીથી જીવન વ્‍યવસ્‍થામાં શામેલ કરવા કટિબદ્ધ નહીં થશે તો દિવસે દિવસે આપણે અધોગતિમાં ધકેલાતા જઈશું, જે સમાજના હિતમાં નહીં હોય. હજું મોડું થયું નથી. સમાજના હિતચિંતકો સમયની ગંભીરતાને પારખી, સમાજને ફરી નીતિમત્તાના રસ્તા પર લાવવા કટિબદ્ધ થાય એ જ સમયની માંગ છે.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1147536747976494182006-05-13T21:39:00.000+05:302006-05-13T21:42:27.993+05:30આખિર મિટ્ટીમેં મીલ જાના હૈ
માનવ જીવન ફાની છે. એ ટુકા જીવનમાં માનવ પોતાના અલ્પ સ્વાર્થ માટે ઇર્ષા, કપટ, દ્વેષ, વેર, ગર્વ, લડાઈ ઝઘડા, દગો ફટકામાં જ રચ્‍યો પચ્યો રહે છે કદી તો તે રક્તપાત કરવા સુધી પહોંચી જાય છે. પણ એ ભૂલી જાય છે કે ઈશ્વરે તેને માટીમાંથી બનાવ્યો છે. (માનવકૂળના પિતા આદમ (અલૈ.)ને અલ્‍લાહે માટીમાંથી બનાવ્યાં હતા એ દ્રષ્ટિએ માનવ માટીનો પૂતળો છે) અને જગતમાં ટૂંકું જીવન જીવી ફરી તે માટીમાં ભળી જવાનું છે. પછી ઈશ્વરે આપેલા ટૂંકા જીવનને તેણે શા માટે આવા કૃત્‍યો દ્વારા વેડફી નાખવું જોઇએ ? જેનો એના મૃત્યુ બાદ તેને કંઇ જ ફાયદો પહોંચવાનો નથી. બહેતર એ જ છે કે તેણે પ્રેમ, મહોબ્બત, આદર, ભકિત, સહકાર જેવા નૈતિક મૃલ્‍યોને જીવનમાં ઉતારી ઇશ્વર મય જીવન જીવવું જોઇએ કે જેથી તે તેના સારા કાર્યોનું પુણ્ય બાદ પણ તેને પહોંચતું રહે. એજ તો મુકિતનો સાચો માર્ગ છે. ઇસ્લામ અને એના મહાન નબી હઝરત મુહમ્‍મદ (સલ્‍લલ્‍લાહુ અલયહિ વસલ્‍લમ)એ એજ તાલીમ આપી છે. અને જો તેને અનુસરવામાં આવે તો જગતમાં શાંતિ અને ભાઈચારાની થઇ શકે.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1146111838850007882006-04-27T09:49:00.000+05:302006-05-13T21:46:51.640+05:30મેરા ભારત મહાન
જે કોઈએ આ દેશની જમીન પર જન્મ લીધો છે. તેને પોતાના પ્‍યારા વતન પ્રત્યે પ્રેમ હોય એ બિલકુલ સ્વાભાવિક છે. કેમ કે વતન પ્રત્યે વહાલ એતો માનવ પ્રકૃતિનો એક અંશ છે. તેને ઉપરથી લાદવાની જરૂર નથી. તે તો માનવ સ્વભાવમાં સમાયેલો જ હોય છે. અને તેથી દરેક ભારતવાસી પછી તે કોઇપણ ધર્મ જાતિ વર્ગનો કેમ ન હોય પોતાના વતનને દિલથી ચાહે છે. અને ગર્વ સાથે કહે છે કે મેરા ભારત મહાન. ભારતના ઉર્દૂના મહાન કવિ ડો. મુહમ્મદ ઇકબાલએ સાચું કહ્યું છે કે સારે જહાં સે અચ્છા હિન્‍દુસ્‍તાં હમારા.
ભારતના મુસ્લિમો પણ વતનને ખૂબ જ ચાહે છે. તેઓ કહે છે કે વતનની તકલીફો પરદેશની સુખ સાયબી કરતા દિલને વધુ તસલ્લી અને ઠંડક આપનારી છે. મજહબે ઇસ્‍લામે પણ કહ્યું છે કે હુબ્‍બુલ વતની મિનલ ઇમાન એટલે વતન પ્રત્યેનો પ્રેમ એ ઇમાનનો એક ભાગ છે. વતન પ્રત્યેના પ્રેમની આડે ધર્મ કે ધાર્મિક કે માન્યતાઓ કદી પણ વચ્ચે આવતી નથી. જેથી જ્યારે કોઇ દીશાથી મુસ્લિમોના વતન પ્રેમ પ્રત્યે શંકા વ્યક્ત કરવામાં આવે છે. કે સબૂત માંગવામાં આવે છે. તો દિલને બેહદ દુઃખ પહોંચે છે વતન પ્રેમ એ તો માનવ પ્રકૃતિમાં સમાયેલો જ છે. અને એથી જ્યારે એક મુસ્લિમ પણ પ્રેમથી મેરા ભારત મહાન કહી પોતાના દેશ માટે ગૌરવ લેતો હોય છે. ત્યારે તેના દિલને ઠેસ પહોંચે એવું ન કહેવાય કે ન કરાય તો કેટલું સારુ ! વિશ્વાસ અને ભાઈચારો જ આ દેશની પ્રગતિનો રાઝ છે.
દેશની દરેક વ્‍યકિત પોત પોતાના ધર્મ અને તેની રીતી, નિતિ, વિધિને બીજાને દુઃખ રંજ પહોંચાડયા વિના પાળે એકબીજાના ધર્મ ધાર્મિક સ્‍થળો અને ધર્મગ્રંથોનું આદર કરે તો પછી ઝઘડો જ કર્યા રહેવાનો ખરેખર પછી તો ભાઈચારો જ ભાઈચારો રહેશે અને જો આમ થાય તો આ દેશની પ્રગતિને ચાર ચાંદ જ લાગી જાય અને મારૂ ભારત સાચા અર્થમાં સવાયું મહાન બની જાય દુનિયા પણ પછી કહે કે ખરેખર ભારત મહાન છે. કેમ કે ત્યાં ભાઈચારો જ ભાઈચારો છે.
આમ થાય તે માટે સત્તા મેળવવા ખાતર લોકોમાં ફેલાવાતા અસંતોષને લોકો સમજે અને ભૂતકાળમાં સૂફી સંતોએ ચિંધેલા શાંતિના માર્ગ પર પાછા વળે એ જ સ્‍વાતંત્રદિનની પુકાર છે માંગ છે અલ્‍લાહ એવું જ કરે એવી દુઆ.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1145846183388550402006-04-24T08:03:00.001+05:302006-04-24T08:30:47.610+05:30સર્વ વસ્‍તુનો આપનાર ફકત અલ્‍લાહ છે
ઇસ્‍લામનું પવિત્ર ગ્રંથ કુરઆન કહે છે કે દરેક વસ્‍તુનો માલિક ફકત અલ્‍લાહ છે. મુસ્લિમોનું એજ ઇમાન છે કે દુનિયામાં કોઇને પણ જે કંઇ મળે છે તે અલ્‍લાહની દેન છે. કોઇને દોલત મળે, જમીન જાગીર મળે, ધંધો, ઇજ્જત માનમોભો તે બધું જ અલ્‍લાહની કૃપાથી મળે છે. ગમે તેટલી મહેનત કરો, લાગવગ લગાવો છતા કોઇની તાકાત નથી કે તેને તેની ઇચ્‍છા મુજબ કઇ મળે, સિવાય કે અલ્‍લાહની કૃપા તેની સાથે હોય અને અલ્‍લાહ જો કંઇ આપવા ચાહે તો કોઇની તાકાત નથી કે તેને કોઇ અટકાવી શકે કે લઇ લે.
આમ છતા અફસોસ સાથે કહેવું પડે છે કે કેટલાક પેટ દુખિયા કોઇને ઉચિત રીતે કંઇ મળ્યું હોય તો યે તેને છીનવી લેવા પ્યત્‍ન કરે છે. અલ્‍લાહની મરજીમાં ટાંગ અડાડે છે તેના હુકમને અવરોધવા પ્રયત્‍ન કરે છે. દુનિયામાં કોઇને ઘર મળે તો કેટલાક તેને ઘરવિનાનો કરવા કાવતરૂ કરે છે. કોઇને રોજગાર મળે છે તો રોજગારને તબાહ કરવાના પ્રયત્‍ન કરે છે. કોઇને ઇજ્જત ભર્યું જીવન મળ્યું હોય તો તેને બેઆબરૂ કરવા યોજનાઓ બનાવે છે. કોઇ વ્‍યકિત સુખ શાંતિ સંતોષ સાથે પોતાના વર્તુળમાં દિવસો ગુજારતો હોય તો કેટલાક તેને કોટ કચેરી જેવા લફરામાં ફસાવી તેનું સુખચેન બરબાદ કરવા મેદાને પડે છે. આવા લોકો ખુદાએ તેમને આપેલ ધન-દોલત અને વગવસીલાનો દુરપયોગ કરીને તે વ્‍યકિતને બરબાદ થતો જોય ખુશ થાય છે. જગત સામે પોતાની બહાદૂરી બતાવીને ફરે છે. આ દરેક વાતો અલ્‍લાહની વ્‍યવસ્‍થામાં દખલગીરી કર્યા બરાબર છે. દખલગીરી કરનાર એ ભૂલી જાય છે કે તે પોતે લાચાર ઇન્‍સાન છે. જે જગતના સર્જનહાર સાથે લડવા તૈયાર થયો છે તેનો બદલો તેણે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અલ્‍લાહ પણ તેને ત્‍યારે નહીં છોડે. એકબીજા સાથે પ્રેમ, સહકાર, અને આદર સાથેનું વર્તન એજ સુખી જીવનનો સાચો માર્ગ છે. એનાથી જ અલ્‍લાહ ખુશ થાય છે.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1145767924669829322006-04-23T10:19:00.000+05:302006-04-23T10:27:45.226+05:30અલ્‍લાહનો શુક્ર અદા કરો

જયારે કોઇના પર મુસીબત પડે તો તેમની તરફ જુએ જેઓ હજુ પણ ખરાબ હાલતમાં હોય તેમની બેચેની મજબૂરીઓ અને મુસીબતો સાથે સરખાવી જુઓ અને અલ્‍લાહનો શુક્ર અદા કરો કે તેમણે સારી હાલતમાં રાખ્‍યા છે.
કેટલાક લોકો એવા છે જેમને દુનિયાનું આરામ મળેલું છે છતાં ઉંઘ નથી આવતી. જાતજાતના ફળો મેવા એમની સામે હોય છે પણ તે ખાઇ શકતા નથી. અથવા તો તેમને ભૂખ જ લાગતી નથી અથવા ઓછું ખોરાક લેવાની મજબૂરી હોય છે, ખાંડ, માખણ, મલાઇ, માંસ, મચ્‍છી કે ચોખાની પરહેજી હોય છે. બાફેલા જ શાકભાજી તેને ખાવા પડે છે. ફીક્કુ ખાવું પડે છે. તીજોરી પૈસાથી ભરેલી પડી હોય છે. પણ અલ્‍લાહ તઆલાની કેવી કેવી નેઅમતોથી અંતે વંચિત રહે છે. ઊંઘ અલ્‍લાહની નેઅમત છે. તંદુરસ્‍તી અલ્‍લાહની નેઅમત છે. કોઇ ગરીબથી, ગરીબ છે પણ તેની તંદુરસ્‍તી સારી છે. ચેનથી ઊંઘી શકે છે તો અલ્‍લાહનો શુક્ર અદા કરે અને તે માલદારને જુએ જે નથી ખાઇ શકતો કે નથી સૂઇ શકતો. જો તમને ભૂખ લાગે તો અલ્‍લાહનો શુક્ર અદા કરો તેણે તમને ભૂખ આપી જયારે ઘણા લોકોની સામે ખાવાનું મુકવામાં આવે છે છતાં દર્દ- બિમારીના લીધે ખાય શકતા નથી. જેથી તમે હંમેશા અલ્‍લાહ તઆલાની નેઅમતોનો શુક્ર અદા કરતા રહો જેથી તકલીફમાં પણ જિંદગી આરામથી વ્‍યતિત થશે.
ઇન્‍સાન જિંદગીના પડતીના દિવસોમાં બીજાની ચઢતી જોતો રહે છે. અને ઘણી આશાઓ રાખે છે પણ જયારે જિંદગીમાં ચઢતી આવે છે તો પડતીના દિવસો ભૂલી જાય છે. જે બંને સ્થિતિમાં અલ્‍લાહ તઆલાનો શુક્ર અદા કરતો રહે છે તેને અલ્‍લાહ તઆલા જરૂર મદદ કરે છે. એ વાત યાદ રાખો કે સુખ કે દુઃખ બંને સ્થિતિમાં અલ્‍લાહની મળેલી નેઅમતો માટે તેનો શુક્ર અદા કરતા રહો. આપની જિંદગીમાં ચેન સુકુન નસીબ થશે. ઇન્‍શા અલ્‍લાહ.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.comtag:blogger.com,1999:blog-26734964.post-1145717750656648452006-04-22T20:21:00.000+05:302006-04-22T20:25:50.666+05:30ઇસ્‍લામમાં એકેશ્વરવાદ

મુસ્લિમ-મોમીન માટે ઇશ્વરને એક માનવાનો અકીદો, તેની જીવનભરની એકમાત્ર મૂડી છે. તે માટે એક સાચો મુસ્લિમ પોતાના પ્રાણ સહિત સર્વસ્‍વ સમ‍ર્પિ‍ત કરવા સદા તૈયાર રહે છે. એકેશ્વરવાદના આ અકીદા માટે અગર કોઇ ફેરવિચારણા કરવા જણાવે તો એક પાકો-સાચો મુસ્લિમ ગમે તેટલી ધન-દોલતની લાલચે પણ એકેશ્વરવાદના અકીદાને જતો કરવા કદી તૈયાર નહીં થાય. આમાં એક દીનનો જાણકાર આલિમ કે અદના મુસ્લિમ સરખા જ ઉતરશે.
અલ્‍લાહ તઆલાની પવિત્ર કિતાબ કુરઆન તથા હઝરત મુહમ્‍મદ પયગમ્‍બર સાહેબ (સલ્‍લલ્‍લાહૂ અલયહિ વસલ્‍લમ) ની કથન અને કવન રૂપે મળેલ ‘હદીસો‘માં પણ ઠેકઠેકાણે શુદ્ધ એકેશ્વરવાદની માન્‍યતા પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્‍યો છે. ઇસ્‍લામની એ માન્‍યતા કે સારૂં કે બૂરૂં કરી શકવાની શકિત એકમાત્ર અલ્‍લાહ તઆલાની જાતમાં જ છે. બીજો પણ એ કરી શકવાની શકિત ધરાવે છે એવી માન્‍યતા ધરાવવી એ શિર્ક છે. જેથી અલ્‍લાહ તઆલા વિના કોઇની બંદગી ન કરવી અને કોઇને પણ તેનો ભાગીદાર ન બનાવવો એ જ ઇસ્‍લામની માન્‍યતા છે. કોઇ મુસ્લિમ એ માન્‍યતાથી ભટકી જાય તો ગુનેગાર બને છે.
બીજા ધર્મના અનુયાયીઓ કોઇ પણ માન્‍યતા ધરાવતા હોય, ઇસ્‍લામ- મુસ્લિમ તેમાં દખલગીરી કરવા માંગતો નથી. કુરઆનમાં સાફ કહ્યું છે કે, મારો ધર્મ મને મુબારક, તમારો ધર્મ તમને મુબારક આને જ તો સર્વધર્મ સમભાવ કહી શકાય. ભાઈચારાની સ્‍થાપના માટે આજ તો સાચો માર્ગ છે, જેને સૌએ સ્‍વીકારવો જોઇએ. મોગલ બાદશાહ અકબરે મજહબી ઝઘડા રોકવા દીને ઇલાહી પંથ સ્‍થાપ્‍યો હતો, પણ એ સાચો માર્ગ ન હતો, એનો સાચો ઉકેલ સર્વધર્મ સમભાવ જ છે. બધા પોતાના ધર્મને અનુસરે અને બીજા ધર્મને માનથી જુએ, એજ ભાઈચારાને મજબૂત કરી શકશે.
સલીમ વલી દેવલ્‍વીhttp://www.blogger.com/profile/10297907235821099387noreply@blogger.com