tag:blogger.com,1999:blog-20266621.post-1166029860420860322006-12-13T08:06:00.000-08:002006-12-14T05:26:29.360-08:00ક્ષણના મહેલમાં
(ક્ષણોના મ્હેલમાંથી... ...રણથંભોર, 03/12/2006)

કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?

યાદમાં રહું લીન હું એથી સદા,
એ મળે નિશ્ચિત ત્યાં ક્ષણ જીવેલમાં.

કાંકરો મારો તો વહેતું આવશે,
રહેશે બાકી બંધ કાયમ હેલમાં.

લાગી આવ્યું ઓસને, ઊડી ગયું...
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?

તેં નજર ધસમસતી માંડી મારા પર,
શું તણાવાનું બચે આ રેલમાં ?

આટલા વર્ષેય સમજાયું નહીં,
ભાળી શું ગઈ'તી તું આ રખડેલમાં ?

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં ?

ડૉ.વિવેક મનહર ટેલર
વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.com