tag:blogger.com,1999:blog-202666212008-06-12T07:12:17.582-07:00શબ્દો છે શ્વાસ મારાવિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comBlogger98125tag:blogger.com,1999:blog-20266621.post-1167228462079320512006-12-27T06:00:00.000-08:002006-12-30T01:53:38.316-08:00મારા શબ્દોનું હવે નવું સરનામું, નવું સ્વરૂપ...પ્રિય મિત્રો,

શબ્દોના શ્વાસ લઈને આપ સૌને મળવાનું શરૂ કર્યું ત્યારે સ્વપ્નેય ખ્યાલ ન્હોતો કે આટલો બધો પ્રેમ મને અહીંથી સાંપડશે... આપના આ પ્રેમ બદલ હું સદૈવ આપ સૌનો ઋણી રહીશ. બ્લોગસ્પૉટ.કોમ પર ઓછી સવલતો અને ઝાઝી તકલીફો વર્તાતા નવા યુઝર-ફ્રેન્ડલી વર્ડપ્રેસ.કોમ પર આ બ્લોગ કાયમી ધોરણે ટ્રાન્સફર કરી રહ્યો છું એટલે આ જૂનો બ્લૉગ કાયમ માટે બંધ કરી રહ્યો છું. મારા શબ્દોનું નવું સરનામું ટૂંકુ અને ખાસ્સુ સરળ પણ છે.

આપનો મબલખ પ્રેમ લઈને મને મળવા હવેથી આ સરનામે આવજો:

www.vmtailor.com

"શબ્દો છે શ્વાસ મારા"ના નવા સંસ્કરણને માણવા અહીં ક્લિક્ કરો:

મળતા રહીશું, શબ્દોના રસ્તે....

આપનો જ,

વિવેક.વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166871055491736222006-12-23T02:25:00.000-08:002006-12-24T23:46:35.866-08:00આ દુઃખ એ જ મારો સહજભાવ છે
(સામા કિનારે... ...જોગી મહેલ, રણથંભોર, 4/12/06)

આ દુઃખ એ જ મારો સહજભાવ છે,
સતત આ રમતમાં એનો દાવ છે.

છે સામા કિનારે નગર સુખ તણું,
ને તળિયા વગરની આ મુજ નાવ છે.

અમે કાંઈ સામું કહી ના શક્યાં,
ગણ્યો એને આપે અહોભાવ છે.

બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે મળ્યા ઘાવ છે.

ન તોડ્યું કદી દર્દનું ઘર અમે,
રહી વક્ર આ રાણકીવાવ છે.

જીવનના પલાખાં ન શીખ્યાં કદી,
લખ્યું માથે જાતે: ‘ઢબુ સાવ છે.’

જશે શબ્દ જે દિ’, જશે શ્વાસ પણ,
આ કેવી છે ચાહત ? ને શો ચાવ છે ?!

ડૉ.વિવેક મનહર ટેલર
વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166617931138002152006-12-20T04:23:00.000-08:002006-12-20T21:32:50.270-08:00સદા તત્પર
(મને પાનખરની બીક ના બતાવો... ...રણથંભોર, 03/12/2006)

ગઝલ ! તું રહેજે રજાઈ થવા સદા તત્પર,
મને જે ઠંડી ચડે, ભાંગવા સદા તત્પર.

ઉસેટવા, જે લખું હું, હવા સદા તત્પર,
અમેય આંધીમાં દીવો થવા સદા તત્પર.

તમે ના ભૂલ્યા મને યાદમાં જડી દઈને,
અમે તો યાદને પણ ભૂલવા સદા તત્પર.

સ્મરણનો પીપળો મનફાવે ત્યાં ઊગી જાવા
આ મનની ભીંતને પણ ફાડવા સદા તત્પર.

આ મીઠો ટહુકો જો હો બેસવાનો સાલોસાલ
થવા હું ફૂલ, ફળો, છોડવા સદા તત્પર.

ડૉ. વિવેક મનહર ટેલર

ઉસેટવું = ઉખેડી નાખવું, કાઢી નાખવું, નાખી દેવું, ફેંકી દેવું)વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166299107125176192006-12-16T09:53:00.000-08:002006-12-17T22:15:12.786-08:00કદી વાંસળી આ બરાબર ન વાગી
(પ્રથમ એપૉઈન્ટમેન્ટનું સ્મિત... ...રણથંભોર, 03-12-2006)

કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.

બદલતી રહી કરવટો પાંપણો, બસ !
અજંપાનો સૂરજ ગયું કોણ દાગી ?

હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.

નથી ચાહી શક્તો, નથી ત્યાગી શક્તો,
જીવન છે ને હું છું જનમનો અભાગી.

હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ અણનમ, હતું કાષ્ઠ સાગી.

ડૉ.વિવેક મનહર ટેલર
વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1166029860420860322006-12-13T08:06:00.000-08:002006-12-14T05:26:29.360-08:00ક્ષણના મહેલમાં
(ક્ષણોના મ્હેલમાંથી... ...રણથંભોર, 03/12/2006)

કેદ છું સદીઓથી ક્ષણના મહેલમાં,
છું છતાં ક્યાં છું હું આખા ખેલમાં ?

યાદમાં રહું લીન હું એથી સદા,
એ મળે નિશ્ચિત ત્યાં ક્ષણ જીવેલમાં.

કાંકરો મારો તો વહેતું આવશે,
રહેશે બાકી બંધ કાયમ હેલમાં.

લાગી આવ્યું ઓસને, ઊડી ગયું...
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?

તેં નજર ધસમસતી માંડી મારા પર,
શું તણાવાનું બચે આ રેલમાં ?

આટલા વર્ષેય સમજાયું નહીં,
ભાળી શું ગઈ'તી તું આ રખડેલમાં ?

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં ?

ડૉ.વિવેક મનહર ટેલર
વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1164968694886583882006-12-01T02:02:00.000-08:002006-12-01T05:12:29.206-08:00ખીલી છે મૌનની મોસમ
(કિલ્લાની રાંગ પરથી, સુવર્ણનગરી-જેસલમેર, 2004)

બધું બોલીને શું થાશે ? કદી મોઘમ કશુંક રાખો,
ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો.

તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

ઘણી વ્યક્તિ ઘણા દૃશ્યોને જોતાં એમ પણ લાગે,
હજી હમણાં જ તો આને મળ્યો છું, જોયું છે આ તો.

હું ચોરસ ઓરડામાં બંધ રહીને જોઉં છું દુનિયા,
ફૂલો ચોરસ છે, ચોરસ ખૂશ્બુ ને ચોરસ છે આ આભો.

તમે ચાલ્યા ગયા તો પણ હજી જીવી રહ્યો છે એ,
હવે સમજાયું એને, એ હતી સૌ કહેવાની વાતો.

હવાની આવ-જા હો એમ પાનાં ઊંચા-નીચા થાય,
ગઝલના ફેફસાંમાં શું છે, મારા શબ્દો કે શ્વાસો ?

ડૉ.વિવેક મનહર ટેલર

આ સાથે આવતા અઠવાડિયા પૂરતું નાનકડું વેકેશન જાહેર કરું છું. હવે મળીશું સી...ધા 13 ડિસેમ્બરે...મળતા રહીશું, શબ્દોના રસ્તે!વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1164807785184553782006-11-29T05:30:00.000-08:002006-11-29T07:50:21.093-08:00પથ્થર (મુક્તક)
(ભૂલા પડવાની મજા... ...ઓક્ટોબર,2006)

મારી દુઆ સાચી હશે તો કોક દિ' ફળશે તને,
મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને;
પથ્થર છું છો તુજ રાહનો, ઠોકર નથી, ના...ના...નથી,
પગ મૂક, ઊંચાઈ પગથિયાની સદા મળશે તને.

ડૉ.વિવેક મનહર ટેલર

વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1164456138526317672006-11-25T04:00:00.000-08:002006-11-26T08:19:43.290-08:00એક વેશ્યાની ગઝલ - મારે કંઈક કહેવું છે...
(પ્રણયચિત્રો... ...ખજૂરાહો, 2004)

એક વેશ્યાની ગઝલ... હું સારા શબ્દોમાં એમ પણ લખી શક્યો હોત કે આ એક રૂપજીવિનીની ગઝલ છે યા ગણિકાની ગઝલ છે... પણ કારેલું લઈને આવવું હોય તો કેરીની છાલમાં ન લાવી શકાય એ હું સમજું છું અને એ જ મારી ફિતરત છે...ઘણા બધા વાચકમિત્રોએ એકી અવાજે વધાવી લીધો, કેટલાકે અહીં કૉમેન્ટમાં તો કેટલાકે ઈ-મેઈલ વડે...! મેં કદી ન સાંભળેલા અંગ્રેજી શબ્દો વડે કેટલાક ખાસ મિત્રોએ ખાસ્સી એવી વધામણી પણ લીધી અને એના વિપરીત છેડે એક કોલ-ગર્લે પણ એનો આંસુસભર પત્ર મોકલી આપ્યો... ખરાબ નનામી કૉમેન્ટ કાઢી નાંખવા માટે પણ ઘણા મિત્રોએ આગ્રહ સેવ્યો, પણ મારું શબ્દભંડોળ વધારતા આ પ્રતિભાવો જ તો મારી તાકાત છે... જે અનામી મિત્રએ ગ્રુપમાં વેશ્યાના નામોલ્લેખવાળો મેઈલ મોકલવાના ગુનાસર એવા અપશબ્દો પાઠવ્યા કે મને મારા અંગ્રેજીભાષાના અજ્ઞાન પર શરમ ઉપજી. મૌન જ મારો સાચો પ્રતિભાવ રહેવાનો હતો પણ આજે બે વાત કહેવાનું મન થાય છે એક વડીલમિત્રએ આપેલા પ્રતિભાવના કારણે.

વડીલમિત્રએ પ્રતિભાવ આપતા કહ્યું કે આટલા બધા વખાણ થયા પછી, થોડું કડવું લખવાની હિમ્મત કરું છું. એમણે એવું પણ કહ્યું કે જાતીય અંગોને લખાણમાંથી દૂર રાખવાની પ્રથા અને મર્યાદા તોડવા જેવી નથી. નેટ આવા દૂષણોથી ખદબદે છે અને યુવાપેઢીને ગુમરાહ કરે છે. આ વાતમાં મને ભારતવર્ષની મહાન સંસ્કૃતિ અને સભ્યતાની હત્યા થતી જણાય એટલે આ લખવા મજબૂર થયો છું.

સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં કેમ ચઢી જાય છે ? સેક્સ અનિષ્ટ છે, તો સર્જનહારે એનું અસ્તિત્વ જ શા માટે ઊભુ કર્યું? એકકોષી જીવોને પ્રજનન માટે સંભોગ કરવાની જરૂર પડતી નથી. કુદરતે એવી કોઈ વ્યવસ્થા આપણા માટે શા માટે ન વિક્સાવી? અને લખાણમાં જાતીયતાને દૂર રાખવાની પ્રથા? અને મર્યાદા? ભારતવર્ષનું સૌપ્રથમ કાવ્ય કેટલાએ વાંચ્યું છે ? આદિકવિ વાલ્મિકીરચિત આપણા સૌથી ધાર્મિક ગણાતા મહાકાવ્ય રામાયણમાં જે સમાજનું આલેખન છે એ ચોખલિયો, હીજડો, ગભરાયેલો, હીન સમાજ નથી. બેફામ ભોગવિલાસ ભોગવવામાં અને પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં આ સમાજને કશો શરમસંકોચ અથવા કોઈ જાતનો દંભ નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, "તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી". અઢી હજાર વર્ષ પહેલાના વાલ્મિકીના સમયના ભારતને ભૂલી જાઓ, તો હજારેક વર્ષ પહેલાંના ભારતમાં આ જ રામાયણમાં જે ઉમેરા થયા છે એ પણ જોઈએ: મરણ પામેલા વાલીની પત્ની તારા કહે છે કે તમે ઊભા થઈને આ બધા મંત્રીઓને રજા આપી દો તો પછી આપણે જંગલમાં સંભોગ કરીશું.(વિસર્જ્ય ઐનાન્ સચિવાન્ યથાપૂર્વં અરિંદમ, તતઃક્રિડામહે સર્વા વનેષુ મદનોત્કટા. કિષ્કિંધા કાંડ, સર્ગ 25, શ્લોક 47). (સંદર્ભ: રામાયણની અંતર્ યાત્રા, નગીનદાસ સંઘવી)

રામાયણને પડતું મૂકો... આપણી કઈ દંતકથા એવી નથી જેમાં કુમારિકાઓ સગર્ભા નથી થઈ કે દેવો અને ઋષિઓ ક્ષણાર્ધમાં કામાંધ નથી થયા યા વીર્ય અને ગર્ભની મનગઢંતરીતે આપ-લે શક્ય થઈ ન હોય?! સેક્સને દૂષણ કહેતી વખતે આપણે ભૂલી કેમ જઈએ છીએ કે કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે?! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આપણે કયા અંગોને કવિતાથી દૂર રાખવાની વાત કરીએ છીએ? આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે શિશ્નની પૂજા કરે છે... 36 કરોડ દેવતાઓ ધરાવતા આપણા દેશમાં કયા મંદિરો સૌથી વધુ માત્રામાં છે અને કોનું મહત્વ ઉચ્ચતમ છે, કહો તો?! લિંગનું જ ને ?! આપણી સ્ત્રીઓ લિંગપૂજા કરવા જાય એનો વાંધો નહીં પણ કવિતામાં લિંગ કે યોનિનો પ્રયોગ યુવાપેઢીને ગુમરાહ કરનારો?

ખજૂરાહોને લો... શું છે ત્યાં? મંદિરની દિવાલો પર કામક્રીડાનું જે તાદ્દશ ચિત્રણ ખુલ્લા આકાશ નીચે ત્યાં બારસો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એનાથી વધારે આસનો દુનિયાની કોઈ બ્લ્યુ ફિલ્મમાં પણ જોવા મળવા શક્ય નથી. અજંટા, ઈલોરા, એલિફન્ટા, દેલવાડા કે આપણા કોઈપણ ધર્મના કોઈપણ પુરાણા મંદિરોની દિવાલ પર નિર્વસ્ત્ર અપ્સરાઓ જોવા ન મળે તો તમારી યાત્રાનો ખર્ચ મારી પાસેથી લઈ લેજો. જૈન, બુદ્ધ, શૈવાલિક યા કોઈ પણ ધર્મના મંદિરોમાં જઈને આપણે જે કળાને વખાણીએ છીએ એ કળા કપડાની નહીં, નગ્નતાની જ કળા છે. દુનિયાના કોઈપણ મહાન ચિત્રકારે નિર્વસ્ત્ર ચિત્રો ન દોર્યા હોય તો મને કહેજો. અને એ ચિત્રો જોતી વખતે આપણને ડર નથી લાગતો કે આ ખુલ્લંખુલ્લા કરાતા યૌનપ્રદર્શનથી આપણી યુવાપેઢી ગુમરાહ થશે.

મહર્ષિ વાત્સ્યાયન લિખિત મહાન ગ્રંથ 'કામસૂત્ર'ને આ સ્થાને કદી વિસરી ન શકાય. ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણનું એ એવું ઉદાત્ત ઉદાહરણ છે જે આજે પણ વિશ્વ આખાને દીવાદાંડીની જેમ પ્રકાશ પૂરો પાડે છે.... આ છે આપણી સાચી સભ્યતા...

આપણી સંસ્કૃતિ મૂળભૂતપણે ખુલ્લી અને નિખાલસ, નિર્ભીક અને સાચી સંસ્કૃતિ છે. આજે ભારતીય સંસ્કૃતિના નામે આપણે આ જે રોદણા રડીએ છીએ એ હકીકતમાં આપણી સંસ્કૃતિ જ નથી અને એટલે જ આજે ભારતની ગલી-ગલીમાં નાના નાના અમેરિકાઓ ઊછરી રહ્યાં છે. અને આપણે આજે જે વિકૃતિની સજા ભોગવી રહ્યાં છીએ એ આ કાચા-દોગલા પંડિતો અને નિર્વીર્ય વડીલોના પાપે...

કવિતાની વાત કરીએ તો ગુજરાતી કવિતામાં શરૂથી જ જાતિયતા વણાયેલી રહી જ છે. સ્તન, યોનિ, નિતંબની વાતો લઈને ઢગલાબંધ કવિતાઓ અને વાર્તાઓ અને નવલકથાઓ જન્મી છે. મન્ટોની 'ખોલ દો' હોય કે ચંદ્રકાંત બક્ષીની 'કુત્તી' હોય, સુધરેલા સમાજને એ વાર્તાઓ અશ્લીલ જ લાગી છે. કલાપી અને એના સમકાલિન કવિઓએ ખુલીને વસ્લની વાતો કરી છે. નર્મદે તો શૃંગારરસ અને કામક્રીડા પર એક આખું પુસ્તક ભરીને કવિતા લખી છે અને સંભોગનું સંપૂર્ણ વર્ણન પણ કર્યું છે. રમેશ પારેખના એક નવલિકાસંગ્રહનું નામ છે, 'સ્તનપૂર્વક'. મુકુલ કવિતાઓમાં અસંખ્યવાર બે જાંઘનું ટોળું અને યૌનગંધા સ્ત્રીઓને લઈને છડેચોક આવ્યો છે...

અને અંતે 'જાતીયતા ગોપીત જ રહે તેમાં શ્રેય અને ગૌરવ છે' એમ કહેનાર વડીલોને મારે એટલું જ કહેવાનું કે જાતીયતા જીવનની ધરી છે. ધરીને કે પાયાને અવગણીને કોઈ સર્જન કદી થઈ ના શકે. જાતીયતાને છાની રાખવાની વિકૃતિને આપણે જ્યારથી આપણી સંસ્કૃતિ ગણી બેઠાં છીએ ત્યારથીજ ભારતવર્ષની પડતીની શરૂઆત થઈ છે... આપણા બાળકોને યોગ્ય ઊંમરે જાતીય શિક્ષણ આપણે નહીં આપીએ તો ગલી-મહોલ્લાના શેરી-મિત્રો નામનો રાક્ષસ તૈયાર જ છે, આપણા ભવિષ્યને ભરખી જવા માટે....

...અંતે મારે મારી આ ગઝલ વિશે કશું જ કહેવું નથી, એ કામ મેં ગઝલ લખવા સાથે જ પૂરું કરી દીધું છે.વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1164199779597252432006-11-22T04:44:00.000-08:002006-11-22T22:16:46.873-08:00બે હાઈકુ
(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા... સુરમ્યા તાપી, સપ્ટેમ્બર,2006)

ઝાકળચણ
ચણી જતાં પ્રભાતે
તડકાપંખી !

વ્યોમ વિધવા
સાંજટાણે ; લોપાયો
સૂરજચાંલ્લો !

ડૉ.વિવેક મનહર ટેલર
વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163853581732631292006-11-18T04:37:00.000-08:002006-11-20T05:48:29.650-08:00અગર...
(આજનું અજવાળું... સપ્ટેમ્બર, 2006)

મારાપણાની બ્હાર વિચારી શકું અગર,
બસ, આટલું મને જો સુધારી શકું અગર.

પાછા ફરીને જીવવાની ઈચ્છા થાય છે,
જે જે કરી છે ભૂલ, મઠારી શકું અગર.

ભૂલવાનો આ વિચાર તો કેવો સરળ છે, દોસ્ત !
આચારમાં હું એને ઉતારી શકું અગર...

કોઈ રહ્યું નથી અને રહેશે ના કોઈ પણ,
જાણું જ છું હું જે એ સ્વીકારી શકું અગર...

બળતું અફાટ રણ અને છાંયો શીતળ મળે ?
મુમકિન છે, તારા વિશે વિચારી શકું અગર.

છે આશ એક એટલે ચાલ્યા કરે છે શ્વાસ,
જીવનમાં એક શ્વાસ સંવારી શકું અગર.

ચાલું છું લાશ શ્વાસની લઈ શબ્દના ખભે,
આવી ગયું મસાણ, ઉતારી શકું અગર.

ડૉ.વિવેક મનહર ટેલર

વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163597932862268512006-11-15T05:17:00.000-08:002006-11-15T08:17:42.710-08:00મનજીભાઈ...
(મારા મનજીભાઈ... સ્વયમ્...2005)

મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.

દિ' ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા...

મનજીભાઈ તો એના મનનું
ધારેલું કરવાના;
એની ચોટી છટકી ગઈ તો
નક્કી સૌ મરવાના,
ઢીલ જરી દીધી તો થઈ જાશે એ આઘા-પાછા...

મનજીભાઈને મળવાનું, ભઈ !
લાગે આમ તો સ્હેલું;
કોઈ ન જાણે કઈ ગલીમાં
ઘર એનું આવેલું,
પણ એના વિના તો નક્કામા છે સૌ સરનામા...

ડૉ.વિવેક મનહર ટેલર

ચૌદ નવેમ્બર...ભારતમાં બાળદિન તરીકે ઉજવાય એ તો ખરું જ, પણ છ વર્ષથી અમારા માટે એનું મહત્વ એથીયે કંઈક વિશેષ જ... મારા લાડકા સ્વયમ્ નો એ જન્મદિવસ પણ. એટલે આ નિમિત્તે આજે એક બાળગીત... અને શક્ય હશે તો આવતા એક મહિના સુધી દર અઠવાડિયે એક બાળગીત મૂકવાની ઈચ્છા છે... જન્મદિન મુબારક હો, બેટા !

વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1163246112338531482006-11-11T03:53:00.000-08:002006-11-11T06:00:13.256-08:00એક વેશ્યાની ગઝલ
(ભૌમિતિક મધ્યબિંદુ... ... માથેરાન, જાન્યુઆરી,'03)

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?
'પચ્ચ્...' દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોય
શબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તને
રોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

ડૉ. વિવેક મનહર ટેલર
વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1162995448491795952006-11-08T06:09:00.000-08:002006-11-08T06:25:56.150-08:00તને અડકે
(મારા આંગણનું અજવાળું... ...ઑક્ટોબર-2006)

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

ડૉ.વિવેક મનહર ટેલર
વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1162650362091330392006-11-04T06:20:00.000-08:002006-11-05T18:48:46.053-08:00આ ક્ષણે
(બેનરઘટ્ટા.... ....બેંગ્લોર, ઓક્ટો-2004)

શ્વાસના અક્ષર થવાની આ ક્ષણે,
દીપ ઘટમાં પેટવાની આ ક્ષણે.

કાંઠાઓ વિસ્તારવાની આ ક્ષણે,
વ્હેણમાં ડૂબી જવાની આ ક્ષણે.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

હું જ મારામાં મને ખૂલતો જણાઉં,
માત્ર તુજને ચાહવાની આ ક્ષણે.

જીત કેવળ જીત એની હોય છે,
હારને સ્વીકારવાની આ ક્ષણે.

યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં,
શાંતિ જગમાં સ્થાપવાની આ ક્ષણે.

ઊગી આવ્યા છાતીમાં આલિંગનો,
તારા કાયમના જવાની આ ક્ષણે.

ક્ષણ જીવી લેવાની ઈચ્છા થાય છે,
આયખું પૂરું થવાની આ ક્ષણે.

ડૉ. વિવેક મનહર ટેલર
વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1162388643064187282006-11-01T05:31:00.000-08:002006-11-02T01:53:59.456-08:00કદીક
(મારા ઘરનો ટહુકો... ...ઑક્ટોબર-2006)

શબ્દ પણ હડતાળ પર ઉતરે કદીક,
હક્ક એનો એ જતાવે છે કદીક.

તું મળે ત્યાં જીભ ચોંટે તાળવે,
આ અવાચક્તા ય તો બોલે કદીક.

ડાળ વાસંતી ક્ષણોની રાહમાં,
પાનખર પણ પર્ણને પરણે કદીક.

વાતમાંને વાતમાં સંગાથ પણ
કેટલો છે એ ન વરતાશે કદીક.

ભગવો એક જ રંગ સાચો હોય તો,
લોહીને એ લાલ શું રાખે કદીક ?

શબ્દ અક્ષર જ્યોત છે, છો ઝગમગે,
કોડિયામાં શ્વાસ તો ખૂટશે કદીક...

ચંદ ક્ષણમાં હું લખી નાંખું ગઝલ,
પણ કલમ જો કોઈ પકડાવે કદીક !

ડૉ. વિવેક મનહર ટેલર

વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1162042877031463612006-10-28T05:53:00.003-07:002006-10-28T10:51:10.416-07:00શાહમૃગ
(ઉડાન.. ...માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

કેટલા મેઈલ આવ્યા...
કેટલા મેં વાંચ્યા... કેટલા ન વાંચ્યા...
પહેલાં તો મેં જવાબ આપવાનું બંધ કર્યું
ને પછી તો મેઈલ ખોલવાનું જ બંધ કર્યું
થાક્યો ત્યારે ઈનબોક્ષ ખોલવાનું પણ બંધ કર્યું
ને હવે તો નેટ પર બેસવાનું જ બંધ કરી દીધું...
પછી
એક દિવસ
વાવંટોળ જેવી એ અચાનક આવી ચડી...
હવે
એ તો કોઈ મેઈલ ન્હોતી કે
ક્લિક્ કરવું નહીં, ખોલવું નહીં, વાંચવું નહીં
કે જવાબ ન આપવું શક્ય બની શકે !
મેં
મારી આંખો બંધ કરી દીધી.
એણે જોયું કે
મને અચાનક પાંખ ફૂટી રહી છે...
ડોક ઊગી રહી છે... પગ લાંબા-પાતળા બની રહ્યાં છે...
અને
મારું માથું
રેતીમાં ઊંડે...વધુ ઊંડે ખૂંપી રહ્યું છે...
-શાહમૃગની જેમ !
એ તરત જ પાછી વળી ગઈ.
હવે આ સરનામેથી કોઈ મેઈલ કદી નહીં આવે
એની એને ખાતરી થઈ ગઈ હતી !

ડૉ. વિવેક મનહર ટેલર
વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1161797219178614912006-10-25T09:25:00.000-07:002006-10-26T00:26:15.276-07:00નવા વર્ષની હું કથા શું લખું ?
(દિપોત્સવી પર્વ.. ..ઑક્ટોબર,2006)

નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

જૂની ક્ષણના સ્થાને નવી સ્થાપવા
પડી કેટલી આપદા, શું લખું ?

અધૂરી જ રહેવાને જન્મી છે જે,
એ ઈચ્છા તણી અવદશા શું લખું ?

શું છે, રોશની ઝગમગાતી ? શું છે ?
નરી આંખના ઝાંઝવા, શું લખું ?

નવું વર્ષ સૌને મુબારક હશે -
આ ભ્રમણા છે, જાણું છતાં શું લખું ?

ફરી એ જ દિવસો, ફરી રાત એ જ,
ફરી જીવવાની વ્યથા શું લખું ?

વળી એ જ શબ્દો અને એ જ શ્વાસ,
નવું શું છે ? ગીતો નવાં શું લખું ?

ડૉ. વિવેક મનહર ટેલર

વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1161441538333085972006-10-21T07:07:00.000-07:002006-10-22T22:26:38.876-07:00એક લીટીની રંગોળી...
(દિપાવલી... ઑક્ટોબર-2006)

હું તને લઉં શ્વાસમાં ઊંડે અને મૃત્યુ મળે,
આખું જીવન જીવી લઉં હું ફક્ત એ એક જ પળે;
કેદ આજીવન રહે તું એ રીતે મારી ભીતર,
હું ના રહું તો શી રીતે ઉચ્છ્ વાસ પાછો નીકળે?

સૌ મિત્રોને દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ... ગુજરાતી બ્લૉગજગતમાં દસ મહિના પહેલા જોડાયો ત્યારે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા બ્લૉગ અસ્તિત્વમાં હતા. આજે મારા બ્લૉગ પર આશરે ૬૨ ગુજરાતી વેબ-સાઈટ્સ, બ્લૉગ્સ અને ઈ-સામયિકોની સારણી ઉપલબ્ધ છે. કોઈ મિત્રના બ્લૉગનો ઉલ્લેખ રહી ગયો હોય તો મને જરૂરથી જાણ કરે...ગુજરાતી સાહિત્યના રંગોનો ગુલાલ વિશ્વભરમાં રેલાવતા રહેવાની આ એકલદોકલ ઝંખના આજે એક કારવાંના સ્વરૂપે મ્હોરી છે ત્યારે નવા વર્ષે એક જ લીટીની રંગોળી પૂરીશ:

"નવું વરસ, વીતે સહુનું સરસ !"

ડૉ.વિવેક મનહર ટેલર

વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1161265655707208512006-10-19T06:42:00.000-07:002006-10-20T01:47:54.163-07:00વિશ્વાસ ( આદ્યંતે* રદીફની ગઝલ )
(ચિત્રાંકન: ડૉ. કલ્પન પટેલ... ... સુરત)

વિશ્વાસ ક્યાં મળે છે કોઈ આંખમાં હવે ?
વિશ્વાસ ચોપડીમાં મળે વાંચવા હવે.

વિશ્વાસ ખટઘડી તણા સંભારણા હવે,
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

શોધો છો એ જીવન હવે મળશે નહીં કદી,
વિશ્વાસના આ 'વિ' વિનાના શ્વાસમાં હવે.

ફાવી ગયું બધાયને ઘર બહાર ઝાંપે છે...ક
'વિશ્વાસ' નામ કોતરી શણગારતાં હવે.

તારી ને મારી વચ્ચેનું અંતર, કહું ? શું છે?
વિશ્વાસના ન હોવાની સંભાવના હવે.

છો, શ્વાસ જ્યાં નિઃશ્વાસ મૂકે, શબ્દ નીકળે,
વિશ્વાસના વજન વિના શું કામના હવે ?

ડૉ. વિવેક મનહર ટેલર

(આદ્યંતે = બંને છેડે. કાફિયાવાળી પંક્તિમાં બંને છેડે રદીફ - એક છેડે 'વિશ્વાસ' અને બીજા છેડે 'હવે' - રાખીને વિચારની સ્વતંત્રતાને લગીર અવરોધીને ગઝલ લખવાનો એક નાનકડો પ્રયોગ અહીં કરી જોયો છે.)વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1160819557830027372006-10-14T02:49:00.000-07:002006-10-14T04:27:29.450-07:00હવાના મોતી (મુક્તક)
(માલદીવ્સના દરિયાની ભીતરમાં... ... ફેબ્રુઆરી-02)

ભલેને લોક એને ભાગ જળનો માનવાના,
જીવન માપો તો છો ને અલ્પજીવી લાગવાના;
ભરીને વાયુ ભીતરમાં અલગ રાખે છે દમ જે,
એ પરપોટા છે સાચા અર્થમાં મોતી હવાના.

ડૉ.વિવેક મનહર ટેલર

વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1160587928454481812006-10-11T10:27:00.000-07:002006-10-11T22:37:05.716-07:00ત્રીજો કિનારો (ચિર વિરહિણીની ગઝલ)
(પવિત્ર ક્ષિપ્રાનદીના કિનારે એક સંધ્યા... ...ઉજ્જૈન, નવેમ્બર-2005)

વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.

સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.

તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.

જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.

ભલે ને તું નહી આવે કદી જગ તારું છોડીને,
કદી તારાથી શું કરશે કિનારો, ત્રીજો કિનારો ?

મને ધારણ કરી શક્તાં નથી તો શાને પકડો છો ?
છું એક ઉપવસ્ત્ર સમ, ડિલથી ઉતારો ત્રીજો કિનારો.

નગરના દ્વારે હાથી માળા લઈ આવે એ આશામાં,
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.

જીવનના પટ ઉપર રેતાયેલાં બે પગલાં પામીને
કદી પણ પામશે શું હાશકારો ત્રીજો કિનારો ?

ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.

ડૉ. વિવેક મનહર ટેલર

વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1160238260599452652006-10-07T09:21:00.000-07:002006-10-09T00:40:14.976-07:00નડતું રહ્યું
(પારદર્શક સમુદ્રમાં સરી રહેલું આશ્ચર્ય... ... માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)

એક જ સ્ખલન આખું જીવન અમને સતત નડતું રહ્યું,
હર રૂપમાં, હર શ્વાસને, હર સ્વપ્નને અડતું રહ્યું.

ક્ષય પામવાનો શાપ છે, છો ચાંદની મુજ શુદ્ધ હો,
માથે કલંક એક જ છે કિંતુ આજીવન નડતું રહ્યું.

એવા સ્મરણનું વિસ્મરણ થાતું નથી કેમે કરી
જેના પડળની વચ્ચે આ મન ધાન થઈ ચડતું રહ્યું.

સૌએ કહ્યું, ભૂંસે પવન થઈ, કાળ રેતીમાંથી છાપ,
પત્થર મહીં પગલાં બનીને કોણ તો પડતું રહ્યું.

સાચે અગર જો આ ક્ષણોને જીવવામાં નહોતો થાક,
થઈને કરચલી કોણ આ માથે કહો, પડતું રહ્યું?!

મારી નજર ભટક્યાં કરી, એકાગ્રચિત્ત જ તું સદા,
કિલ્લો અડીખમ લાગે છો ને, કૈંક ઉખડતું રહ્યું.

રાતે પ્રિયાના ગર્ભમાં પગરવ થયો નક્કી કશોક,
ગળપણ વધારે ચામાં બાકી શાને ઉમડતું રહ્યું ?

આ ઘર તરફ આવી રહ્યો શબ્દોને પહેરીને પવન,
સુંદર મજાનું કાવ્ય બારી જેમ ઊઘડતું રહ્યું.

ડૉ. વિવેક મનહર ટેલર

વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1159976142061488342006-10-04T08:33:00.000-07:002006-10-06T06:59:07.380-07:00થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે
(શહીદસ્મારક... ... જેસલમેર-2004)

થોભ ! ગોધૂલિનું ટાણું છે હવે,
સીમ થઈ પથરાઈ જાવું છે હવે.

જિંદગી છો લાંબી હો, ચિંતા નથી,
શબ્દનું લખલૂંટ ભાથું છે હવે.

આભ તુજ આંખોનું વિસ્તરતું રહે,
દ્રશ્ય થઈ મારે છવાવું છે હવે.

હોઠમાં દુનિયાએ જે સીવી દીધું,
ગીત મારે એ જ ગાવું છે હવે.

રંગ ફાટે કે ફીટે નહિ પ્યારનો,
ઝાલ, પાટણનું પટોળું છે હવે.

તારવી તુજને વલોવી મન સતત,
કયાં બીજે ઘમ્મરવલોણું છે હવે ?

હેલમાં તુજ છલકે છે એ હું જ છું,
એક ઘા થઈ કંકરાવું છે હવે.

શ્વાસ મારા બાંધી માથે લાવે તું,
છે કશે પણ ભાત આવું ? છે હવે?

ડૉ. વિવેક મનહર ટેલર
વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1159622456497337092006-09-30T06:13:00.000-07:002006-10-01T01:12:04.233-07:00સ્વપ્નના પૂરા થવાની શરૂઆત

ગુજરાતી ભાષામાં આજની તારીખે શ્રેષ્ઠ ગણાતા ફક્ત કાવ્યોના દ્વિમાસિક "કવિતા"માં કવિતા છપાવી એ દરેક કવિનું સ્વપ્ન હોય છે... આજે કદાચ મારા સ્વપ્નના પૂરા થવાની શરૂઆત થઈ છે... આ ગઝલ આ બ્લોગ પર અગાઉ પ્રગટ થઈ ચૂકી છે.વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20266621.post-1159377793885494962006-09-27T09:52:00.000-07:002006-09-27T10:23:34.313-07:00મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું
(An apple a day... ...Chennai, September-04)

મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું,
છતાં માનું નહીં તો માનજે એ રુસણું તું જૂઠું.

ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.

દિવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું? !

સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં...બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.

ડૉ. વિવેક મનહર ટેલર

સરાણ=ધાર કાઢવાનું યંત્ર.વિવેકhttp://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.com