tag:blogger.com,1999:blog-110329362009-07-01T08:50:16.539-04:00Gujarati blog - સિદ્ધાર્થનું મનGujarati blog/Gujarati web site about gujarati poems (kavita), gujarati songs (geeto), gujarati literature (sahitya), gujarati news (samachar) and everything that is gujaratiસિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.comBlogger152125tag:blogger.com,1999:blog-11032936.post-80097511025390333112007-11-10T08:41:00.000-05:002008-12-12T21:39:05.658-05:00શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન

વ્હાલા વાંચકમિત્રો,

દિપોત્સવી પર્વ અને નવા વર્ષનાં આ શુભ દિવસોમાં મારી હાર્દિક મંગળ શુભેચ્છાઓ પાઠવુ છું.

સાલ મુબારક

સાલ મુબારક

મારા તમને

વ્હાલ મુબારક

-સિદ્ધાર્થ શાહ

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com16tag:blogger.com,1999:blog-11032936.post-41673932886366903082007-06-27T12:07:00.000-04:002008-12-12T21:39:05.794-05:00પછીઆ બ્લોગનાં વાંચકમિત્રોને ખ્યાલ હશે કે અમુક વિષયની કવિતાઓ મને ખરેખર પ્રિય છે. ક્ન્યાવિદાયની કવિતાઓ પ્રત્યે મને વિશેષ માયા છે, કારણ કે મારે એક દિકરી છે. આપણા ગુજરાતી સાહિત્યમાં કન્યાવિદાયનાં પ્રસંગને કવિઓએ ખરેખર કરૂણરસથી કાગળનાં પન્ને ઉતાર્યો છે, એમાની એક આ સુંદર રચના અત્ર પ્રસ્તૂત કરી રહ્યો છું.

સિદ્ધાર્થ

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં'તા કાલ અહીં,
સૈયરના દાવ ન'તા ઊતર્યા;

સૈયરનાપકડીને હાથ ફર્યા ફેર-ફેર -
ફેર હજી એય ન'તા ઊતર્યા;

આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;

કુંવારા દિવસોએ ચોરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં !

પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતુ
ચોરી ગયું રે કોક ભાન !

પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

માધવ રામાનુજ (Madhava Ramanuj)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com13tag:blogger.com,1999:blog-11032936.post-82436561167959617182007-06-26T09:06:00.000-04:002007-06-26T09:14:45.879-04:00આવકારો મીઠો આપજેતારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો...આપજે રે જી...

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું...
કાપજે રે જી...

માનવીની પાસે કોઈ... માનવી ન આવે...રે...,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...
કેમ તમે આવ્યા છો ? ...એમ નવ કે'જે રે...,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

વાતું એની સાંભળીને... આડું નવ જોજે... રે...,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

'કાગ' એને પાણી પાજે.. સાથે બેસી ખાજે...રે....,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે - આવકારો મીઠો...
આપજે રે...જી...

-દુલા ભાયા 'કાગ' (Dula bhaaya 'Kaag')

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com5tag:blogger.com,1999:blog-11032936.post-73285881034029033982007-05-13T08:35:00.000-04:002007-05-13T08:38:40.172-04:00એક કવિતાઆજે અમદાવાદનાં ભૂમિ બહેને મોકલાવેલ કવિતા રજૂ કરૂ છું, આશા રાખુ કે વાંચક મિત્રોને પસંદ પડશે.

સિદ્ધાર્થ

નયનથી જો મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.

આંખો હોય જો કોઈની દર્પણ સમી,
અંતરના બધા ભેદ કળાય છે.

અંશ મળે જો એ નેત્રોમાં પ્રેમ તણો,
કઈક સરિતાઓનાં વ્હેણ રચાય છે.

જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત દરિયાની કરી છલકાય છે

પામી એ સરીતા પંથ સાગર ભણી,
જો જો તો ખરા કેવી મલકાય છે.

-ભૂમિ (Bhoomi)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com4tag:blogger.com,1999:blog-11032936.post-33474524103768336082007-04-28T01:11:00.000-04:002007-04-28T01:37:09.167-04:00તું છે મારી અંદર તેથી -તું છે મારી અંદર તેથી ભર્યો-ભર્યો હું લાગું !
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું !

તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક - વાંસમાં ફૂંટે મીઠી વાણી;
તારો છાંયો મળ્યો એટલે ઠર્યોઠર્યો હું લાગું !

તારી આંખે સૂર્ય એથી તો દિવસ થઈ સૌ દેખું;
રાતે તારે દેવે મારું પગલું પડતું પેખું;
તારી છોળે છોળે તટ પર તર્યોતર્યો હું લાગું !

તું છે મારા પર્ણે પર્ણે, તું છે મારા મૂળમાં;
તારો અઢળક રંગ ઊઘડે અહી આ દરેક ફૂલમાં;
તારી મઘમઘ લ્હેરે બધે જ ફર્યોફર્યો હું લાગું !

-ચંદ્રકાંત શેઠ (Chandrakant Sheth)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com2tag:blogger.com,1999:blog-11032936.post-64733833080997143112007-04-08T12:52:00.000-04:002008-12-12T21:39:06.216-05:00વિપર્યયપિતા જ્યારે હોતા નથી
અને મા વધારે વૃદ્ધ થતી જાય છે
ત્યારે એની આંખમાંથી પ્રશ્ન ડોકાયા કરી છે :
'આ પુત્ર મને સાચવશે ખરો ?'
પણ એ પ્રશ્ન શબ્દ બનીને હોઠ ઉપર નથી આવતો.

આ એ જ મા
જેણે મને ફૂલની જેમ સાચવ્યો,
જે મારાં પગલાં પાછળ પાછળ અધ્ધર ટીંગાઈ રહેતી -
હું મોટો થઈને ટટ્ટાર ઊભો રહ્યો ત્યાં સુધી,

આ એ જ મા
જે મીઠાં હાલરડાંના ઘેનમાં મને ડુબાવી પછી જ સૂતી,
આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે -
પણ બોલતી નથી.
એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે
કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?

હું એને ટેકો આપી શકે એવું ક્શું જ કહી નથી શકતો.
ફક્ત
મને મારા હાથ
કાપી નાખવાનું મન થાય છે.

-વિપિન પરીખ (Vipin Parikh)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com6tag:blogger.com,1999:blog-11032936.post-18739628888407382552007-04-07T11:55:00.000-04:002008-12-12T21:39:06.385-05:00એક સવારે

એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,

પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,

સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ?

-સુન્દરમ્ (Sundaram)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com1tag:blogger.com,1999:blog-11032936.post-66264458094388332462007-04-02T07:16:00.000-04:002008-12-12T21:39:06.510-05:00વતનદૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે
વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે

'ચોરતા હતા બચપણમાં કાચી કેરીઓ હવે ક્યાં ખોવાયા છો?'
ક્યારેક સ્વપનમાં ખેતર લઈને આ ફરિયાદ આવે છે.

પરદેશમાં મળે તો છે ભોજન ભાતભાતનાં ન ખૂંટે એવાં
આંબા તળે માણેલા ક્યાં મરચું રોટલાનાં સ્વાદ આવે છે ?

શીખ્યા અમે ભાષા પરદેશી, ને ભાષાઓ અનેક યંત્રોની પણ
ક્યાં બસંતીની બકબક, કે એમાં ગબ્બર-ઠાકુરના સંવાદ આવે છે ?

અલ્લાહનો પૈગામ આપતી, નથી વિસરાતી એ મીઠી અઝાન
ઢંઢોળતો જે મહાદેવનું ધ્યાન, યાદ હજુ એ શંખનાદ આવે છે.

કોરો વરસાદ, કોરી હવા, ને કોરા સમયનો છે સાથ અહીં
બે ટીપાં ભીંજાઈ લઈએ, જો વતન વાવડનાં વરસાદ આવે છે.

તારે ત્યાં બધું સમું સુતરું નથી, કોરી ખાય છે એક વાત વતન
નજર સમક્ષ બુદ્ધિભ્રષ્ટોનો હજુ પણ જ્યારે કોમવાદ આવે છે.

-સંજય મેકવાન (Sanjay Macwan)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com4tag:blogger.com,1999:blog-11032936.post-62303016101936859552007-04-01T10:58:00.000-04:002008-12-12T21:39:06.741-05:00ખીલે છે ગુલાબ !

કોણ મોહતાજી વસંતોની કરે
તમને સંભારુંને ખીલે છે ગુલાબ !

-દીપક બારડોલીકર (Deepak Bardolikar)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com1tag:blogger.com,1999:blog-11032936.post-41397188722039133382007-03-31T13:06:00.000-04:002007-04-01T11:03:49.727-04:00તારા ગયા પછીતારા ગયા પછી
તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઈમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ

સમુદ્ધ ઊઠળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
અને જ્યાં આપણે બેસતા
એ કાળમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતુ નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ
તારી સાથે ચાલતી
એ રસ્તાને મેં કદી મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો...

અશ્વિની (Ashwini)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com3tag:blogger.com,1999:blog-11032936.post-79344885766729954082007-03-30T21:13:00.000-04:002007-03-30T21:37:19.022-04:00હું ક્યા છું ?ઘણા જ લાંબા સમયનાં વિરામ બાદ પાછો બ્લોગજગતમાં પ્રવેશ કરી રહ્યો છું. જ્યારે પ્રથમ વખત નેટ પર ગુજરાતીમાં લખવાનું ચાલુ કર્યુ,ત્યારે ગણી ગાઠી વેબસાઈટ્સ ગુજરાતીમાં હતી, અને બ્લોગમાં તો ફક્ત બીજો જ ગુજરાતી બ્લોગ હતો. આજે કદાચ ગુજરાતી બ્લોગની સંખ્યા 100 કરતા વધારે હશે અને લગભગ દરેક વિષય પર ગુજરાતી સાહિત્ય નેટ પર ઉપલબ્ધ છે, જે આનંદની વાત છે.

આશા રાખીએ કે સરસ મજાનું સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરતુ વાંચન નેટ પર દિન-પ્રતિદિન વધારે ને વધારે મળતુ રહે.

આ સાથે એક સુંદર શૈસવની સ્મૃતિને તાજી કરતી એક કવિતા રજૂ કરૂ છું.

સિદ્ધાર્થ

હું ક્યા છું ?

ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય -
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા કયાં છે ?

રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી -
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરતી બા ક્યાં છે ?

પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ એવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે -
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ -
બાલગોઠિયા મારા ક્યાં છે ?

હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતુ,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય -

અરે, પણ તે હું ક્યાં છું ?

-જયંત પાઠક (Jayant Pathak)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com5tag:blogger.com,1999:blog-11032936.post-1164381054012933662006-11-24T10:06:00.000-05:002006-11-24T10:10:56.166-05:00વાંચકમિત્રો, આજે આ કવિતા શ્રી નટવર મહેતાએ ઈ મેલ દ્ધારા મોક્લાવેલ છે, પ્રસ્તૂત કરી રહ્યો છું. શ્રી નટવરભાઈને લખવાનો અને વાંચનનો શોખ છે. તેઓની વાર્તા તિરંગામાં પણ પ્રસિદ્ધ થયેલ છે.

માંડ માંડ આજ પડ્યો થોડો તડકો
મે તો માંગી લ ઈધો એક એનો કટકો

ચાલી રહ્યો હું તો આમ વરસોથી
કોણ જાણે ક્યાં અટકશે આ સડકો

મારો પડછાયો રહેતો મારી સાથે
ને મને એ કહે તું તો બહુ બટકો

શોધો તો મળશે સનમ તમારા દિલમાં
શોધવા સનમને ન છેક આમ ભટકો

તૂટી જશે મોતી તમારા કેશૂઓમાંથી
ભીના ભીના વાળ જરા હળવેથી ઝટકો

આપ્યા કર્યા તમે તો મને ઘણા ઝખમો
હવે તો સનમ તમો સહેજ અટકો

કેમ કરીને ભૂલે તમને નટવર
એને તો યાદ છે તમારો દરેક લટકો

-નટવર મહેતા (Natvar Mehta)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com6tag:blogger.com,1999:blog-11032936.post-1163486302585758222006-11-14T01:36:00.000-05:002008-12-12T21:39:06.875-05:00એક વખત

એક વખત અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં.
હું ઓફિસે જતો ને એનું મોં ઢીલું થઈ જતું.
હું પાછો ફરતો ત્યારે લઈ આવતો ગજરો, વેણી ફૂલ ...
એનું ગમતું મને કબૂલ.

ને પગારને દિવસે હું એને રેશમથી વીંટીં દેતો.
સાંજ પડે કે
એનો જીવ બાલ્કનીને વળગી પડતો.
મને મોડું થઈ જતું તો એ વ્યાકુળ થતી.

ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.
હું અપરાધી... વ્યથિત થતો...
હવે
સાંજને ટાણે મારગ ઉપર એની નજર
પથરાઈ રહેતી નથી,
હુ
ઓફિસેથી વહેલો આવતો નથી

-વિપિન પરીખ ( Vipin Parikh)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com5tag:blogger.com,1999:blog-11032936.post-1163109203981265432006-11-09T16:43:00.000-05:002006-11-09T16:53:23.996-05:00એક નાનુ ઘર

એક નાનુ ઘર મળે ને ગામનુ પાદર મળે
એક નાના ખાટ સાથે બસ પછી ચાદર મળે

હીંચકે બેઠા પછી પણ તને કાગળ લખું
એક એવી યાદનો ઊંચો મને દાદર મળે.

એક એવા આંગણે આવી અને ઊભો રહું,
ભાવભીની આંખથી જ્યાં આવ ને આદર મળે.

યાદનું ઝરણું વહે છે ત્યા હવે હું જાઉં છું
રાત લાંબી હોયને સપનું ભર્યું ભાદર મળે.

એક એવા વૃક્ષના છાંયા તળે બેસી શકું,
શ્વાસને ગણતો રહુંને બસ પછી નિંદર મળે

-રશ્મિન પટેલ

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com5tag:blogger.com,1999:blog-11032936.post-1161495414112862212006-10-22T01:17:00.000-04:002006-10-22T01:51:51.020-04:00શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદનવ્હાલા વાંચકમિત્રો,

દિવાળી પર્વનાં સુંદર દિવસો ચાલી રહ્યા છે. તહેવારોની આ મોસમમાં અચૂક રીતે વતનની યાદ આવી જાય છે. વતનથી જોજનો દૂર વતનની યાદો આંખોની સામે અચાનક જીવંત થઈ જાય છે.

મારી બાળપણની દિવાળી મહદ અંશે ક્યા તો વડોદરામાં અથવા તો અમારા દાદાનાં ગામમાં ઉજવાતી.
દિવાળીના દિવસો નજીક આવતા જ વાતાવરણ જીવંત બની જતુ. મમ્મી સાથે ઘર અને માળીયુ સાફ કરવાની, દિવાળીનો નાસ્તો (મઠીયા, ઘૂઘરા, ફાફડા) બનતા જોવાની અને ખાવાની મજા, રંગોળીની ઓટલી બનાવવાની અને એને લીપ્યા બાદ સુંદર રંગોળી પૂરવાની, રાત્રે ઓટલા પર કોડીયાનાં દિવા કરવાની, ફટાકડા ફોડવાની મજા જ કઈક ઓર હતી. વળી ગામડે ગયા હોય તો દાદા સાથે ચોપડા પૂજન કરવાની અને ત્યારબાદ ઘરે સાલમુબારક કરવા આવતા લોકોને મળવાની એક અલગ મજા હતી.

દિવાળીના દિવસોમાં લોકો હિલ સ્ટેશન પર જવાને બદલે ઘરે જ રહેતા અને ઉમળકાથી મહેમાનોનું સ્વાગત કરતા. આજે પરિસ્થિતિ ઘણી જ બદલાઈ ગઈ છે. તૈયાર નાસ્તાઓની મોસમ આવી ગઈ છે, સ્વતંત્ર ઘરોના બદલે ફ્લેટ્સની સંખ્યા વધતા રંગોળીનાં બદ્લે સ્ટીકર લાગે છે, દિવાની જગ્યાએ ઈલેક્ટ્રીક રોશની થાય છે અને લોકો દિવાળીની રજામાં ફરવા જાય છે.

આમ છતા હું એવુ માનુ છુ કે તહેવારો ઉજવવાની મજા તો વતનમાં જ આવે....

આવા સુંદર દિવાળીના પર્વે આ બ્લોગના વતનમાં રહેતા અને વતનથી દૂર રહેતા સમગ્ર વાંચકોને મારી શુભેચ્છાઓ અને આવનારૂ નવુ વર્ષ તમારી દરેક સારી મનોકામના પૂર્ણ કરે એ જ અભ્યર્થના...

સિદ્ધાર્થ

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com2tag:blogger.com,1999:blog-11032936.post-1159760336041767682006-10-01T23:25:00.000-04:002006-10-02T01:37:13.570-04:00માતાજીની આરતી

જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રકટ્યા મા ... ઓમ

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણો (2)
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાવે હરમાં ... ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં સોહે (2)
જયા થકી તરવેણી સુસરવેણીમાં ... ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા (2)
ચાર ભૂજા ચૌ દિશે, પ્રકટ્યા દક્ષિણમાં ... ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમેં ગુણ સઘળાં (2)
પંચ તત્વ ત્યાં સોહીએ, પંડે સત્વોમાં ... ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો (2)
નર નારીના રૂપે, વ્યાપ્યાં સર્વેમાં ... ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રિ (2)
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા ... ઓમ

અષ્ટમી અષ્ટ ભૂજા, ઓયે આનંદ મા (2)
સુરિ નર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં ... ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા (2)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા ... ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી (2)
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા ... ઓમ

એકાદશી અગિયારસે, કાત્યાયની કામા (2)
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા ... ઓમ

બારસે બાલા રૂપ, બહુચરી અંબા મા (2)
બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમાં ... ઓમ

તેરસે તુલજા રૂપ, તું તારૂણી માતા (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં ... ઓમ

ચૌદશે ચૌદ રૂપ, ચંડી ચામુંડા (2)
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા ... ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા (2)
વશિષ્ઠ દેવે વખાણ્યા, મારકંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા ... ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં (2)
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે ... ઓમ

ત્રંબાવટી નગરીમાં, રૂપાવતી નગરી (2)
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી ... ઓમ

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા (2)
બાળક તારા શરણે અવિચલ પદ લેવા ... ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો (2)
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો ... ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે (2)
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે ... ઓમ

("સ્વર્ગારોહણ"માંથી સાભાર)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com2tag:blogger.com,1999:blog-11032936.post-1159275856214509302006-09-26T08:59:00.000-04:002006-09-26T09:04:16.233-04:00જીંદગાનીઆ સુંદર રચના મારા મિત્ર કેયુર ગાંધીએ મોક્લાવી છે તે બદલ તેમનો ઘણો જ આભાર....
આ રચના અતિશય ઝડપથી ગવાય છે અને તેનો અર્થ પણ સરસ છે, આશા રાખુ કે વાંચકમિત્રોને પસંદ પડશે.

સિદ્ધાર્થ

જીંદગાની નાની, એની નાની શી કહાની
મહાજ્ઞાની કહે ફાની તે થવાની
વર્ષ સો ની જીંદગાની, અડધી ઊંઘમાં જવાની
રહી અડધી તેની તો આ કહાની કહેવાની

બાલખ્યાલની નાદાની તોફાની માં ખપવાની
છાની છાની મસ્તાની જુવાની આવવાનીઅરે !
આવીને ના બેસવાની, નાચવાની, કૂદવાની
ફરવાની, મસ્તીમા મોજ મનાવવાંની

જુવાની ઓ જુવાની તુ કોઈનું નહિ માનવાની
જુવાની જવાની, જાતા લાત મારવાની
નેપછી ધીમેથી કહેવાની
હવે હુ પાછી નથી આવવાની

-અજ્ઞાત

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com3tag:blogger.com,1999:blog-11032936.post-1158450917731649492006-09-16T19:47:00.000-04:002006-09-16T19:55:17.746-04:00એક છોકરીએક આમ છોકરી ખાસ થઈ ગઈ

જાણે મોસમનો પહેલો વરસાદ થઈ ગઈ

કોઈના દીલનો ઉજાસ થઈ ગઈ

જાણે શ્યામ કેરી રાધા થઈ ગઈ

કોકનાં વિરહમાં ઉદાસ થઈ ગઈ

ખારા ઉસ સાગરની પ્યાસ થઈ ગઈ

એક આમ છોકરી ખાસ થઈ ગઈ

-સેજલ (Sejal)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com8tag:blogger.com,1999:blog-11032936.post-1158176952476799532006-09-13T15:46:00.000-04:002006-09-14T09:18:07.766-04:00રસપ્રદ સમાચાર
ચિત્રલેખામાંથી સાભાર

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com1tag:blogger.com,1999:blog-11032936.post-1158171110637194632006-09-13T14:09:00.000-04:002006-09-13T19:27:07.016-04:00ગીતગુજરાતી લીટરલી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા દ્ધારા એક મેગેઝીન પ્રસિદ્ધ કરવામાં આવે છે જેની મને હમણા જ ખબર પડી. મારા પપ્પાના ખાસ મિત્ર કે જેઓ ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવે છે તેઓએ મને આ મેગેઝીનની કોપી આપી અને આજે તેમાથી એક કવિતા પ્રસિદ્ધ કરી રહ્યો છુ આશા રાખુ છુ કે પસંદ પડશે.

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ
રંગની લીલા જોઈને મારાં નેણ તો ન્યાલમન્યાલ.

રાતનું વહેતું શ્યામ સરોવર
એમાં નૌકા શ્વેત,
સમજું નહીં કે ચાંદ ઊગે
કે ઊગતુ કોઈનું હેત.

આજ તો મારી સાવ સુંવાળી : લીલમલીલી કાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

પવન પોતે ઝાડ થઈને
ડોલતો રહે હરિયાળુ
મનમાં હવે ક્યાંય નથી કોઈ
કરોળિયાનું જાળું.

ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વહાલમવહાલ,
આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ

- પન્ના નાયક (Panna Nayak) (કાવ્યસંગ્રહ 'વિદેશિની'માંથી)

અત્રે 'દેશ વિદેશ' માંથી સાભાર

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com3tag:blogger.com,1999:blog-11032936.post-1157814326579685072006-09-09T10:42:00.000-04:002006-09-09T13:25:23.530-04:00કે. કા. શાસ્ત્રીનું અવસાનસુપ્રસિદ્ધ, વિદ્વાન સંશોધનકાર તેમજ સાહિત્યકાર અને વિશ્વ હિન્દુ પરિષદનાં સ્થાપકોમાનાં એક શ્રી કે.કા. શાસ્ત્રીનું (કેશવરામ કાશીરામ શાસ્ત્રી) આજે (9-9-2006) બપોરે 3.30 વાગે 102 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે બૃહદ ગુજરાતીશબ્દકોષનું સર્જન કરેલ. તેઓ ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખી ભાત પાડતા હતા. તેઓએ 240 કરતા પણ વધારે પુસ્તકોનું સર્જન કરેલ તથા ઘણા બધા વિષયો પર લેખો લખેલ. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતે સૌથી અનુભવી અને અતિ વિદ્ધાન મહાવ્યક્તિ ગુમાવેલ છે અને આં ખોટ હમેશા સાલ્યા જ કરશે. ગુજરાતી સાહિત્ય જગતને સમૃદ્ધ કરનાર માં સરસ્વતીનાં પનોતા પુત્રને હ્રદયપૂર્વક શ્રંદ્ધાજલિ...

સિદ્ધાર્થ

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com2tag:blogger.com,1999:blog-11032936.post-1157381363108319512006-09-04T10:45:00.000-04:002006-09-04T12:04:31.866-04:00વિજોગ(છંદ : સોરઠા)

ઘન આષાઢી ગાજિયો, સળકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે,

મચવે ધૂન મલ્હાર કંઠ ત્રિભંગે મોરલા,
સળકે અંતરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં.

ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.

ઘમકે ઘૂધરમાળ સમદરની રણઝણ થતી,
એમાં તારી યાદ અંતર ભરી ભરી ગાજતી.

નહિ જોવાં દિનરાત : નહિ આઘું ઓરુ કશું;
શું ભીતર કે બહરા, સાજણ ! તું હિ તું હિ એક તું.

નેણ રડે ચોધાર તોય વિજોગે કેમ રે ?
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે ?

-મનસુખલાલ ઝવેરી (Mansukhalal Zhaveri)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com3tag:blogger.com,1999:blog-11032936.post-1157162808469477612006-09-01T22:05:00.000-04:002006-09-01T22:06:48.470-04:00મધુસંચય તરફથી અગત્યનાં સમાચારસ્વ. બકુલભાઈ ત્રિપાઠી ની અંતિમ ક્રિયા આવતી કાલે તા. 1 લી સપ્ટેમ્બર શનિવારના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવશે. તે પૂર્વે સ્વર્ગસ્થના પાર્થિવ દેહને દર્શનાર્થે શનિવારે સવારે 9 થી 10 દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યાલય પર ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન, જૂના ટાઈમ્સ ઓફ ઈંડિયા બિલ્ડિંગ પાછળ, આશ્રમ રોડ ખાતે લાવવામાં આવશે. સાહિત્યપ્રેમીઓ તે સમયે દિવંગત સાક્ષરને શ્રદ્ધાસુમન અર્પણ કરી શકશે.

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com1tag:blogger.com,1999:blog-11032936.post-1157162732466936392006-09-01T21:56:00.000-04:002006-09-01T22:05:32.476-04:00શ્રધ્ધાંજલિઆજકાલ ગુજરાતી સાહિત્ય જગતને વારંવાર આચકા આવે તેવા જ સમાચાર મળતા રહે છે. એક પછી એક ધુરંધરો આ ફાની દુનિયાને અલવિદા કહી રહ્યા છે.

હજી તો સર્વ શ્રી ચંદ્રકાંત બક્ષી, રમેશ પારેખ અને ગુલાબદાસ બ્રોકરનાં વિદાયની કળ વળે તે પહેલા શ્રી બકુલ ત્રિપાઠીનાં અવસાનનાં આઘાત જનક સમાચાર મળ્યા છે. આ બ્લોગનાં કર્તા અને વાંચકો તરફથી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ.

(અકિલામાંથી સાભાર)

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com1tag:blogger.com,1999:blog-11032936.post-1156823606762773082006-08-28T23:42:00.000-04:002006-08-28T23:53:26.780-04:00મિચ્છામિ દુક્કડમ
વ્હાલા વાંચકમિત્રો

સંવત્સરી પ્રતિકમણ કર્યા બાદ સર્વે જીવોને ખમાવવાની સાથે આપ સૌને પણ ખમાવુ છુ.

મિચ્છામિ દુક્કડમ

સિદ્ધાર્થ

સિદ્ધાર્થ શાહ (Siddharth Shah)noreply@blogger.com7